________________
હોત તો ધર્મના વિષયમાં આપણે પૂલ બની ગયા હોત. માત્ર ઉપરની વાતોમાં જ રોકાઈ ગયા હોત.
કોઈ સામાન્ય માણસ જે ધર્મને માનતો ન હોય તે જો કહે કેફલાણાએ મારું કામ બગાડી નાખ્યું તો એ વાત તો સમજાય. પણ એક ધાર્મિક અને આધ્યાત્મિક માણસ આવી વાત કરે તો તે સમજવું કઠણ થઈ પડે છે. સમતોલપણું બનાવો
આપણે આપણી જાતને તોળવી જોઈએ કે- કઈ દષ્ટિ જાગૃત થઈ છે : વ્યવહારની દષ્ટિ જાગી છે કે નિશ્ચયની દષ્ટિ જાગી છે ? જે કોઈ મહાવીરનો શિષ્ય હોય તેમાં નિશ્ચયનયની દષ્ટિ જાગવી જોઈએ. પ્રત્યેક માણસે વિચારવું જોઈએ કે મારો અધ્યવસાય (સંક૯૫) કેવો રહ્યો છે ? જે માણસ પોતાના અધ્યવસાય સુધી પહોંચી જાય છે તે બીજાઓ પર આરોપણ કરતો નથી. જે પોતાના કાર્યનું બીજ પોતાનામાં જ ખોળવાનો પ્રયત્ન કરે છે તે બચી જાય છે. બીજાઓની ઊણપો જોનાર કદીય બચી શકતો નથી.
આશા છે કે આપણે જીવનમાં સમતોલપણું સ્થાપીએ. એક પગે ન ચાલીએ, એક આંખે ન જોઈએ, એક જ હાથ ઊંચો ન કરીએ. બે હાથ, બે પગ, બે આંખ, બે કાન બરાબર (સાથેસાથે) કામ કરે તો વ્યવહાર અને નિશ્ચયનયના સત્યનું સમતોલપણું થઈ જાય. આ સમતોલપણું જ આપણું રક્ષાકવચ બનશે અને વિકાસની દિશાને સ્પષ્ટ કરશે.
* * *
સમયસાર ... 89
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org