________________
| દષ્ટિકોણ નહિ બને. પુરુષાર્થનો પ્રશ્ન
નિશ્ચયનો દષ્ટિકોણ જાગ્યા વિના પોતાનો પુરુષાર્થ જગાડવાની વાત સંભવિત બનતી નથી. અને જ્યાં સુધી આપણા પુરુષાર્થને જગાડીએ નહિ, આપણી શક્િતને જગાડીએ નહિ ત્યાં સુધી કોઈ પણ આપણને મદદ કરવા આવશે નહિ. વેદોમાં એક મહત્ત્વનું વચન છે- જે અકર્મણ્ય હોય છે તેનો દેવો પણ સહકાર કરતા નથી. દેવતાઓ તેનો જ સહકાર કરે છે જે પુરુષાર્થી હોય. આપણે માત્ર નિમિત્તોના વિશ્ર્વાસે રહી પાંગળા જેવા બની ગયા છીએ. ગતિશૂન્ય બની ગયા છીએ. આપણી પુરષાર્થ કરવાની ચેતના સૂતેલી છે. જ્યાં સુધી નિશ્ચયનય પર પહોંચીએ નહિ ત્યાં સુધી ગતિ અને ! પુરુષાર્થની વાત આવે જ નહિ. આપણો આત્મા જ સુખનો કરનાર છે, આપણો આત્મા જ દુઃખનો કરનારો છે. એ સત્ય પર આપણે પહોંચવું જોઈએ. વ્યવહારમાં આરોપણ
અહંતુ વંદનામાં એક મહત્ત્વનો પાઠ છે-મMા વત્તા વિસ્તાર કુહાણ ૨ સુહાગ ર | આત્મા જ સુખ-દુઃખનો કરનાર છે અને આત્મા જ સુખ-દુઃખનો નાશ કરનાર છે. ગૂંચવાડો એ થયો છે કે આપણે આત્માને ભૂલી ગયા અને બીજાઓને એના સ્થાને બેસાડી દીધા. દરેક વાતમાં આપણે બીજાને જ જોઈએ છીએ. ઘણા લોકો પાસેથી અમે સાંભળીએ છીએ કેઅમુક માણસે એવું કંઈ ટૂચકું કરાવી દીધું કે મારી સ્થિતિ જ પડતી ગઈ, મારો વહેપાર અસ્ત-વ્યસ્ત થઈ ગયો. કેટલાય લોકો કહે છે કે- મારા ઘરના જ માણસે મારા ઉપર આમ કરી દીધું જેથી મારી સ્થિતિ દયાપાત્ર બની ગઈ. આમ દરેક કામમાં માણસ બીજાઓની ભૂમિકા જુએ છે. પોતાની નિર્બળતાઓ પર ધ્યાન આપતો નથી. માણસની પોતાની પણ ઘણી બધી નિર્બળતાઓ હોય છે પણ તે એ જોતો નથી અને પોતાની પરિસ્થિતિ બીજાઓ પર ઢોળી દે છે, આરોપી દે છે. વ્યવહાર નયમાં આવું આરોપણ ચાલે છે. જ્યાં સુધી આ આરોપ કરવાની વૃત્તિથી નહિ છૂટાય ત્યાં સુધી આપણે સમસ્યાઓનું સમાધાન કરી શકીશું નહિ, અને દુઃખોથી છુટકારો પણ મેળવી શકીશું નહિ. દુઃખમુક્િતનો માર્ગ
દુઃખોથી છુટકારો મેળવવાનો રસ્તો છે- વાસ્તવિકતા સુધી પહોંચવું,
સમયસાર ... 87.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org