________________
મધુર છે અને લીમડો કડવો છે. પણ સૂક્ષ્મ સત્ય એ છે કે- ગોળ કડવો પણ છે, અને લીમડો મધુર પણ છે. ખાટો, મધુર, કડવો, તીખો અને તૂરો એ જેટલા રસ છે એ બધા ગોળમાં છે અને લીમડામાં પણ છે. માટીમાંથી સાકર કાઢવામાં આવે છે. કોલટાર દ્રવ્યમાંથી સાકર કઢાય છે. એમ કહેવાય છે કે આદિકાળમાં આપણી માટીમાં એટલી મધુરતા હતી કે આજની સાકર કરતાં એ હજારો ગણી વધારે હતી. માટીમાં મધુરતા પણ છે અને કડવાપણું ય છે. સ્થૂલ દષ્ટિ અને સૂક્ષ્મ દષ્ટિ
સ્થૂલ દષ્ટિવાળો માણસમાત્ર વ્યક્ત (દેખાતું) પર્યાયને પકડે છે (સમજે છે). જે કંઈ વ્યક્ત થઈ ગયું, પ્રગટ થઈ ગયું એ જ આપણી નજર સામે આવે છે. જે કંઈ વ્યક્તિ હોય, પ્રગટ હોય તેને જ આંખ જુએ છે. ' અવ્યક્તને આપણી આંખ પકડી શકતી નથી. કાગડાનો કાળો રંગ દેખીતો છે, પણ પીળ, ભૂરો, લાલ અને સફેદ એ બધા રંગો અવ્યકત (અદીઠ) છે. સ્થૂલ દષ્ટિ અવ્યકતને પકડતી નથી. જે કંઈ દેખીતું હોય એને જ પકડે છે. જ્યારે સૂક્ષ્મ દષ્ટિ, પ્રજ્ઞા જાગે, અતીન્દ્રિય ચેતના જાગે ત્યારે જ તે અવ્યક્ત (અદીઠ)ને પણ પકડી શકે. જે કંઈ અંદરમાં છુપાયેલું છે તેને પણ જોઈ શકે છે. સ્થૂલ સત્ય એ વ્યક્ત (દેખીતું) સત્ય છે, સૂક્ષ્મ સત્ય અવ્યકત (અદીઠ) સત્ય છે. પ્રશ્ન છે ક્ષમતાનો
આપણા જ્ઞાનની શક્િત મર્યાદિત છે. આપણી દષ્ટિ એકાદ અંશને જ ગ્રહણ કરનારી છે. આપણે એક અંશને જ ગ્રહણ કરી શકીએ છીએ સમગ્ર ગ્રહણ કરી શકતા નથી. ધારો કે- એક સંતરું છે. કોઈએ જોયું કેસંતરું પડ્યું છે. આંખોએ જોયું કે આ સંતરું છે. અહીં પ્રશ્ન એ થાય કે | આંખે કઈ વાત પકડી ? આંખે એના રંગ-રૂપ, આકાર જોયાં અને બતાવી | દીધું કે આ સંતરું છે. પણ એ ખાટું છે કે મીઠું ? એ વાતની ખબર આંખથી ન પડે. એ કામ જીભે કર્યું. આમ આંખ અને જીભ બન્નેનો યોગ મળ્યો ત્યારે આપણને ખબર પડી કે આ સંતરું છે, ખાટું છે કે મીઠું છે. કોઈએ અંધારામાં સંતરું રાખ્યું હોય તો આપણે નાકથી સુંધ્યું ત્યારે ખબર પડી કે આ સંતરું છે. નાક, આંખ અને જીભ એ બધી ઈન્દ્રિયો પોતપોતાનું કામ કરે છે. એક અંશને ગ્રહણ કરે છે. આંખે તેનું રૂપ અને આકાર બતાવ્યાં, જીભે ચાખીને સ્વાદ બતાવ્યો, નાકે ગંધ બતાવી. આપણે સંતરું
સમયસાર ૦ 80
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org