________________
૬. સત્યની શોધના બે દષ્ટિકોણ |
સત્ય અને મિથ્યા- એ બે શબ્દોથી આપણે ખૂબ પરિચિત છીએ. એક એવી માન્યતા છે કે સત્યને લીધે સમસ્યા ગૂંચવાય છે. બીજી માન્યતા એવી છે કે સત્યને લીધે સમસ્યા ઉકલે છે.
એક ન્યાયધીશે ગુનેગારને કહ્યું, બોલ, સાચેસાચું કહીશ?' ગુનેગાર | ગૂંચવાડામાં પડ્યો.
ન્યાયાધીશે કહ્યું- “જૂઠું બોલવાનું શું પરિણામ આવશે તે તું જાણે છે?' તેણે (ગુનેગારે) કહ્યું - નરક' ન્યાયાધીશે પૂછ્યું- સાચું બોલવાનું પરિણામ જાણે છે ?' તેણે કહ્યું, “સાચું બોલવાનું પરિણામ હશે જેલ.”
સાચું બોલનાર જેલમાં જાય એ (પણ) એક માન્યતા છે. આ વહેવાર માન્યતાથી બરાબર વિપરીત (ઊલટી) માન્યતા છે કે જેટલો મિથ્યા દષ્ટિકોણ ચાલ રહે એટલો જ માણસ દુઃખી થાય છે. બધાંય દુઃખો મટાડવાનો એક જ ઉપાય છે- સત્યની શોધ, સત્યની સમક્ષ ચાલ્યા જવું. સત્યના બે પ્રકાર
સત્યને સમજવું ઘણું કઠણ છે. સત્ય એટલું સૂક્ષ્મ છે કે ત્યાં સુધી પહોંચવું કઠણ છે. ભગવાન મહાવીરે સત્યને શોધવાના બે દષ્ટિકોણ બતાવ્યા. સત્ય બે પ્રકારનું હોય છે- સ્થૂલ સત્ય અને સૂક્ષ્મ સત્ય. કાગડો કાળો હોય છે. એ કાળો છે એ સત્ય છે, પણ સ્કૂલ સત્ય છે. હંસ સફેદ હોય છે, એ સત્ય ખરું પણ સ્કૂલ સત્ય. એ સૂક્ષ્મ સત્ય નથી. સૂક્ષ્મ સત્ય તો છેકાગડો કાળો ય છે, સફેદ પણ છે, પીળો પણ છે, લાલ પણ છે, ભૂરો પણ છે. એમાં પાંચેય રંગ છે. આ પાંચેય રંગને એકસાથે સમજવા એ સૂક્ષ્મ સત્ય છે અને માત્ર એક જ રંગ પકડવો એ સ્થૂલ સત્ય છે. સ્કૂલ સત્ય ગ્રહણ કરનારી દષ્ટિ વ્યવહારનય કહેવાય અને સૂક્ષ્મ સત્યને સમજનારી દષ્ટિ નિશ્ચયનય કહેવાય. લીમડો અને ગોળનો સંબંધ
કોઈને પૂછીએ કે ગોળ કેવો છે ? લીમડાનું પાંદડું કેવું છે ? તો જવાબ મળે કે ગોળ મધુર છે અને લીમડાનું પાંડું કડવું છે. લીમડો કડવો જ હોય છે ? શું ગોળ મધુર જ હોય છે? સ્કૂલ સત્ય તો છે કે ગોળ
સમયસાર, 9 79
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org