________________
મેં પૂછ્યું, 'આટલા નાના કામ માટે એક લાખ રૂપિયા કેમ આપ્યા?” તેણે કહ્યું, "જો હું એક લાખ ન આપત તો તે મારી ફાઈલ ખરાબ કરી નાખત. મકાન બરાબર નથી. એને તોડાવવું પડશે.” એમાં તો કેટલાય લાખ થઈ જાત. આ તો એક લાખમાં જ કામ થઈ ગયું. આવી સમસ્યાઓ કેમ પેદા થાય છે ? એક માણસ હોસ્પિટલમાં પડ્યો છે. મરવા જેવી સ્થિતિ છે. પણ
જ્યાં સુધી પ્રવેશની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી એનો ઈલાજ કરવો સંભવ બનતો નથી. આ બધી પ્રક્રિયાની વચ્ચે રુશ્વત અને અનૈતિકતાનું ચક્ર ચાલતું રહે છે. અધ્યાત્મનો પહેલો નિયમ
પ્રશ્ન થાય છે કે આવું કેમ બને છે? ચેતના અશુદ્ધ ન હોય તો આવું થવાનો સંભવ નથી. જો માણસ દિવસમાં અડધો કલાક પણ શુદ્ધ | ચેતનાની અવસ્થામાં રહેવાનું શીખી જાય તો આ સ્થિતિમાં ફેરફાર થઈ શકે. જેણે અડધો કલાક શુદ્ધ ચેતનામાં રહેવાનો અભ્યાસ કર્યો હોય તે | કદીય મોટો અન્યાય ન કરી શકે. એ સામાન્ય ભૂલો કરી શકે, પણ ગંભીર ગુના ન કરી શકે. કોઈનું ગળું ન કાપી શકે. કોઈનું શોષણ ન કરી શકે. શુદ્ધ ચેતનાનો અનુભવ થાય ત્યારે અન્યાય, અપરાધ, શોષણ જેવી સ્થિતિઓનો અંત આવી જાય છે.
અધ્યાત્મનો પહેલો નિયમ છે- શુદ્ધ ચેતનાનો અનુભવ. જે માણસે શુદ્ધ ચેતનાને જાણવા અને જીવવાનો પ્રયત્ન (અભ્યાસ) કર્યો નથી, તેને ન તો ધાર્મિક કહી શકાય કે ન તો આધ્યાત્મિક કહી શકાય. અધ્યાત્મનો અર્થ થાય- રાગ-દ્વેષ રહિત ચેતનામાં જીવવું, શુદ્ધ ચેતનામાં જીવવું. આને જ ધ્યાન કહેવાય, અહિંસા-સમતા અને ધર્મ કહેવાય. ભગવાન મહાવીરે અધ્યાત્મના આ વિચારને ખૂબ બળપૂર્વક રજૂ કર્યો છે. આચાર્ય કુન્દકુન્દ પણ આ જ વાત પર જોર દીધું- “આપણે શુદ્ધ આત્માનો અનુભવ કરવો જોઈએ, જ્ઞાનમાં જીવવું જોઈએ, જ્ઞાન અનુભવવું જોઈએ. જ્ઞાનના સ્વભાવને ન ભૂલવો જોઈએ. . ચેતના અશુદ્ધ છે
ચેતનાનું નિર્મળ જળ વિકારના મળને લીધે ગંદું થઈ જાય છે. વર્તમાનપત્રમાં વાંચવામાં આવ્યું કે- "દિલ્હીનું પાણી દૂષિત થઈ ગયું છે. દૂષિત થવાનું કારણ બતાવ્યું હતું કે પાણીનો નળ (પાઈપ) અને મળનો નળ (ગટર) સાથે સાથે ચાલે છે. જ્યારે કોઈ વખત એ નળીઓમાં ખરાબી
સમયસાર ૦ 69.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org