________________
વાત આપણે ભૂલી જઈએ છીએ. આજ આપણે નૈતિક સમસ્યાનો ભોગ | બન્યા છીએ. એ માત્ર વર્તમાન પેઢીનાં જ કરતૂત છે એમ ન કહી શકાય. પહેલાંથી જ કંઈ એવો પ્રભાવ ચાલ્યો આવે છે જેનું પરિણામ આપણે ભોગવવું પડે છે. આ વાત જો આજે પણ આપણા ધ્યાનમાં આવી જાય અને શુદ્ધ ચેતનામાં જીવવાની ટેવ શરૂ થઈ જાય તો જીવનનું વાતાવરણ બદલાઈ જાય અને સમસ્યાઓનો ચક્રવ્યુહ (કોઠો) તૂટી જાય. જો આપણે દરરોજ એક કલાક શુદ્ધ ચેતનામાં રહીએ, કામ ક્રોધ અને ભયની ચેતનાથી અળગા થઈને આત્માનુભૂતિમાં રહીએ. એવો અભ્યાસ એક વર્ષ સુધી કરતા રહીએ તો અનુભવ થશે કે આપણે કયાં હતા અને કયાં પહોંચી ગયા છીએ. આપણા જીવનમાં એક નવો વળાંક આવે. આપણો ભરોસો જ કામ લાગશે
આપણે આખો દિવસ વિચારોના ઘેરામાં કેદ રહીએ છીએ. કયારેક ક્રોધનો વિચાર આવે છે તો કયારેક અભિમાન, માયા કે લોભનો વિચાર આવે છે. તો કોઈ વખત ઘણા અને દ્વેષનો વિચાર આવે છે. જો આ જ વિચારોમાં સતત જીવતા રહીએ તો સ્વાથ્યની ચિંતા કરવાની જરૂર ન રહે કે પ્રસન્નતા કે દીર્ધાયુષ્યની ચિંતા કરવાની જરૂર રહે. આ સ્થિતિમાં આપણે આપણી જાતને નસીબને ભરોસે, રામભરોસે છોડી દઈએ. એમ જ માની લઈએ કે જે થવાનું ભાગ્યમાં લખ્યું હશે તે જ થવાનું છે. પણ રામભરોસાથી વધારે મહત્ત્વનો છે આપણો ભરોસો. આપણે આપણી જાત પર ભરોસો કરીએ, આપણી આત્માનુભૂતિને જાગૃત કરીએ, શુદ્ધ ચેતનાનો અનુભવ કરીએ. અધ્યાત્મની આ ઘણી ઊંડી વાત લાગે, પણ આ એક સત્ય છે. આચાર્ય કુન્દકુન્દ જેવા અનેક આચાર્યોએ અધ્યાત્મની અનુભૂતિ કરી આ સત્યને સ્પષ્ટ કર્યું છે. આપણે આ દિશામાં આગળ વધવું જોઈએ. શુદ્ધ ચેતનાની શોધ કરવામાં સમર્પિત થઈએ તો આપણું ભવિષ્ય આપણા હાથમાં હશે.
સમયસાર 0 75
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org