________________
સમાજ માટે પણ કલ્યાણકારી બને છે.
પહેલાંના સમયની વાત છે. એક રાજા વેશ બદલીને નગરમાં ફરતો હતો. ફરતાં ફરતાં તે એક બગીચામાં પહોંચી ગયો. ત્યાં માળી અખરોટનું વૃક્ષ વાવી રહ્યો હતો. રાજાએ પૂછવું- અરે ભાઈ, તમે અખરોટનું ઝાડ તો વાવો છો, પણ એને તો ઘણાં વર્ષો પછી ફળ આવશે. એ ફળ શું તને કામ લાગશે ? આ વૃક્ષ વાવવાનો શો ફાયદો ? માળીએ ઉત્તર આપ્યો,તમે હોશિયાર લાગો છો, પણ કંઈક ભોળાય છો. જો મારા પૂર્વજો આવી જ વાત વિચારતા હોત તો આજે આ બાગમાં એક પણ છોડ હોત નહિ. પૂર્વજોએ વાવેલાં વૃક્ષોનાં ફળ હું જાઉં છું. અને મારાં વાવેલાં વૃક્ષો ભવિષ્યની પેઢીના કામમાં આવશે. આને ઉપયોગિતા ન કહેવાય ? આજનાં કામોનાં ફળ ભવિષ્યની પેઢીને મળે એ ઘણી મોટી ઉપયોગિતા છે. એકવીસમી સદીનું ચિત્ર
વર્તમાન બદલાઈ જાય તો ભવિષ્ય પણ બદલાઈ જાય. આજની પેઢી જો બદલાઈ જાય તો ભાવિ પેઢી પણ બદલાઈ જાય. આજની પેઢીનો સંયમ ભાવિ પેઢી માટે કલ્યાણકારી બને અને તેનો અસંયમ ભાવિ પેઢી માટે અકલ્યાણકારી બને. વર્તમાન પેઢી જો ન સુધરે તો એનું પરિણામ પણ ભાવિ પેઢીએ ભોગવવું પડે છે. સમાચારપત્રમાં પર્યાવરણ વિદ્ગો એક | લેખ વાંચ્યો કે- આજનો માણસ અને વર્તમાન પેઢી જમીન અને પાણીનો
અતિશય ઉપયોગ કરી રહ્યાં છે. આગલી પેઢી એનાં પરિણામ ભોગવશે. કદાચ એમ બને કે એકવીસમી સદીમાં કલકત્તા, મુંબઈ, દિલ્હી, મોસ્કો જેવાં મોટા નગરોના લોકોએ ગંદી ગટરોનાં પાણી સાફ કરી પીવાં પડે. વર્તમાન પેઢી પાણીનો જે ખોટો વ્યય કરી રહી છે, એનું પરિણામ એ આવશે કે આગળની પેઢીને પાણીનું ગંભીર સંકટ ભોગવવું પડશે. બોલચાલની ભાષામાં દાદા-પૌત્રને એક ગણવામાં આવે છે. દાદા અને પૌત્ર- વર્તમાન અને ભાવિ પેઢીના પ્રતીકના રૂપમાં પ્રયોજી શકાય. દાદાજીની મૂર્ખતાનું ફળ પૌત્રે ભોગવવું પડે છે અને તેમની સમજદારીનું ફળ પણ તેને | જ મળે છે. જીવનમાં વળાંક આવવો જોઈએ.
આપણે વર્તમાનની વાતનો વિચાર કરતા નથી તેથી ગૂંચવાઈ જઈએ છીએ. આપણી શુદ્ધ ચેતનાનો અનુભવ માત્ર આપણા માટે જ નહિ પણ | આગળની પેઢી માટે પણ અનેક સમસ્યાઓનું સમાધાન બની શકશે, એ
સમયસાર ... 4
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org