________________
ખાતો જાય તો તેનું પરિણામ શું આવે ? બીજે દિવસે સૂરજ ઊગશે કે નહિ ? માણસ કંઈ ખાવાથી જ નથી જીવતો. ન ખાવાથી પણ જીવે છે. એમ પણ કહી શકાય કે માણસ ખાવાથી નહિ પણ પચાવવાથી જીવે છે. ખાવાની સાથે સાથે પચાવવા માટે પણ સમય જોઈએ. જો માણસ ખાતો જ જાય, તો પચાવવાનો પ્રશ્ન જ ન રહે. માણસ દિવસમાં બે-ચાર વાર ખાય છે. મોટે ભાગે બે કલાકથી વધારે ખાતો નથી, તેથી જ એ જીવે છે. ભોજન અને અભોજનનું એક સમતોલપણું છે.. પ્રવૃત્તિ અને નિવૃત્તિ
માણસ પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિની સાથે સાથે તે નિવૃત્તિ કરે છે. | જાપાની લોકોને અમે પૂછયું- આપ સૌ ધ્યાન કરો છો ?' તો જવાબ મળ્યો- અમે કાર્યમગ્ન રહીએ છીએ. જો ધ્યાન ન કરીએ તો જીવવું મુશ્કેલ થઈ જાય. અને પ્રવૃત્તિની સાથે નિવૃત્તિનો નિયમ શીખ્યા છીએ ! એમણે કહ્યું- જાપાનના લોકો ઘણા સક્રિય (ઉદ્યમી) છે, પણ તેઓ નિષ્ક્રિય રહેવાનું પણ જાણે છે. પંડિત નહેરને પૂછવામાં આવ્યું- આપ એક દિવસમાં ઘણાં ભાષણ કરી નાખો છો. કયારેક અહી અને કયારેક ત્યાં આપનાં ભાષણ ચાલતાં જ રહે છે. આપ આટલું પ્રવૃત્તિશીલ જીવન કઈ રીતે જીવી શકો છો ? નહેરુએ કહ્યું, 'તમે મારી પ્રવૃત્તિશીલતા જ જુઓ છો, પણ હું નિષ્ક્રિય રહેવાનું પણ જાણું છું.'
પ્રવૃત્તિશીલતામાં નિષ્ક્રિયતા શોધવી, વ્યસ્તતામાં ખાલીપણું શોધવું, પ્રવૃત્તિમાં નિવૃત્તિની શોધ, અસ્થિરતામાં સ્થિરતાની શોધ એ બધી શુદ્ધ ચેતનાની શોધ છે. જે માણસ આ ચેતનાને શોધી લે છે તે પોતાની સમસ્યા ઉકેલી લે છે. ઉપયોગિતાનો પ્રષ્ના
પ્રશ્ન ઉપયોગિતા (જરૂરિયાત)નો પણ છે. શુદ્ધ ચેતના શોધવાની શી જરૂર છે ? આપણે ધ્યાન કરીએ, શુદ્ધ ચેતનાનો અનુભવ કરવાની પ્રવૃત્તિ કરીએ. ત્યારે એમ બને કે આજે એની ઉપયોગિતા આપણને ન સમજાય. પણ એના (શુદ્ધ ચેતના)ના પ્રભાવવાળું જીવન એની ઉપયોગિતા બતાવી દેશે. શુદ્ધ ચેતનાનો જેને સ્પર્શ થયો છે તે માણસના જીવનમાં જે ફરક આવે છે તેની માત્ર તેને જ નહિ પણ બીજાઓને ય ખબર પડી જાય છે. એની અસર માત્ર વર્તમાનમાં જ નહિ, સુદૂર ભવિષ્યમાં પણ જણાતી રહે છે. શુદ્ધ ચેતનાના પ્રભાવવાળો માણસ માત્ર પોતાને માટે જ નહિ,
સમયસાર ૦ 18
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org