________________
આવી જાય કે કોઈ પાઈપ તૂટી જાય ત્યારે મળના પાઈપનો મેલ પાણીના નળમાં ભળી જાય છે. એથી દૂષિત થયેલું પાણી લોકોનાં ઘરોમાં પહોંચે છે.
એમ લાગે છે કે આપણી ચેતનાનો પ્રવાહ શુદ્ધ રહ્યો નથી. એમાં અશુદ્ધિનો પ્રવાહ ભળી ગયો છે. એમાં રાગ અને દ્વેષ, પ્રિયતા અને અપ્રિયતાની ગંદી નળીઓ ભળી ગઈ છે. આ બન્નેએ ચેતનાના શુદ્ધ પ્રવાહને અશુદ્ધ બનાવ્યો છે. એથી જ એ (ચેતના) કોઈ વખત ક્રોધભરી થઈ જાય છે, કોઈ વખત અભિમાન, માયા અને લોભભરી થઈ જાય છે. રાગ અને દ્વેષના ચક્કરમાં ફસાયેલી ચેતના અશુદ્ધ ચેતના છે. મોટે ભાગે | માણસને આ સમસ્યાઓ ગમે છે તેથી તે અશુદ્ધ ચેતનામાં જીવવું પસંદ કરે છે. કામ, ક્રોધ અને ભયથી મુફત ચેતના એને પસંદ નથી. અનેક લોકો એ વાત પર વિશ્વાસ કરે છે કે- એ તે કેવો સામાજિક પ્રાણી કહેવાય કે જેમાં ગુસ્સોય ન હોય ? એવો માણસ શું કરશે? ઘર પણ ચલાવી શકશે નહિ. એક ભાઈએ મને કહ્યું, "તંત્ર ચલાવવું હોય તો ક્રોધ કરવો જરૂરી છે.” મેં કહ્યું, ‘મોટેથી બોલવું તો જરૂરી હોઈ શકે, પણ ક્રોધ કરવો જરૂરી | શા માટે ? કયાંક કયાંક આવેશ બતાવવો જરૂરી હોઈ શકે પણ ક્રોધ કરવો જરૂરી નથી. પણ એવી માન્યતા જ થઈ ગઈ છે કે ક્રોધ વિના તો ઘરનું કામ પણ ન ચાલી શકે !” માન્યતા અને પરિણામ
લોભના વિષયમાં પણ આ જ વાત છે. માણસ વિચારે છે કે- લોભ વિના કામ જ ન થઈ શકે. જો લોભ ન હોય તો વિકાસનો વેગ મંદ થઈ જાય, રોકાઈ જાય. આ માન્યતા નક્કી થઈ ગઈ કે લોભ કરવો અત્યંત અનિવાર્ય છે. આપણે એમ માની લઈએ કે- સામાજિક પ્રાણીઓ માટે ક્રોધ પણ જરૂરી છે, લોભ પણ જરૂરી છે, ભય પણ જરૂરી છે ! કોઈ કવિએ આવું લખ્યું પણ છે- “મય વિતુ હોર્ફ પ્રીત – ભય વિના પ્રીતિ ન થાય.” કામ તો જરૂરી છે જ. આ બધાંય જરૂરી છે. જો આપણે આ બધાંને જરૂરી માની લઈએ તો પછી એમનાં પરિણામોથી શું કામ ગભરાવું ? ક્રોધ કરાય તો ક્રોધથી ઉત્પન્ન થનારી સમસ્યાઓ પણ આવશે. આ સ્થિતિમાં જો એક ભાઈ બીજા ભાઈનું ધન પચાવી પાડવા ઇચ્છે તો એને ખરાબ કઈ રીતે મનાય ? જો લોભ જરૂરી હોય તો એમાં ખરાબ માનવાની વાત જ શી છે? લોભ જ્યારે પુષ્કળ બળવાન થાય ત્યારે માણસ બધી મર્યાદાઓને
સમયસાર ... 10
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org