________________
પ
જાગૃતિ અને નિદ્રાનો સંઘર્ષ
માણસ દિવસે જાગે છે અને રાત્રે નિદ્રા કરે છે. જાગરણ અને નિદ્રાની સાથે દિન-રાતનો સંબંધ જોડાયેલો છે. દરેક ક્ષેત્રમાં જાગરણ ફાયદાકારક મનાય છે. જાગતા રહેવું એ સફળતા માટે અનિવાર્ય છે. અધ્યાત્મમાં જાગરણનો એક વિશેષ અર્થ છે- શુદ્ધ ચેતનામાં હોવું તે. અને નિદ્રાનો અર્થ છે અશુદ્ધ ચેતનામાં હોવું તે. જે માણસ અશુદ્ધ ચેતનામાં જીવે છે તે નિદ્રામાં છે. જે માણસ શુદ્ધ ચેતનામાં જીવે છે તે જાગૃતિની અવસ્થામાં છે.
સમસ્યાનું મૂળ
ખરેખર, જાગરણ ઘણું કીમતી છે. જાગરણના અભાવે જ ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. માણસ જાગૃત થાય તો અનેક ગૂંચવણો ઉકલી જાય. આખા સમાજનું આપણે અઘ્યયન કરીએ તો આપણે એ નિર્ણય પર આવીશું કે સમાજ સમસ્યાઓથી ઘેરાયેલો છે. અનૈતિકતાની સમસ્યા છે, અપ્રામાણિકતા અને ભ્રષ્ટાચારની સમસ્યા છે, કજિયાની સમસ્યા છે. કૌટુંબિક, સામાજિક અને સંસ્થાકીય જીવનમાં એવી અનેક સમસ્યાઓ આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જીવન પણ સમસ્યાઓથી અસ્પૃશ્ય રહ્યું નથી. પ્રશ્ન એ થાય છે કે આ સમસ્યાઓ ઉત્પન્ન કેમ થતી હોય છે ? આપણે સમસ્યાનું મૂળ જ પકડીએ. આ સમસ્યાઓ અશુદ્ધ ચેતનામાંથી ઉપજેલી સમસ્યાઓ છે. અશુદ્ધ ચેતના આ સમસ્યાઓને ઉત્પન્ન કરી રહી છે. ચેતના જો શુદ્ધ હોત તો આ સસ્યાઓ પેદા ન થઈ હોત. ઉપયોગ અને ક્રોધ
આચાર્ય કુન્દકુન્દે લખ્યું છે કે- ઉપયોગમાં માત્ર ચેતનાનો જ ઉપયોગ થાય છે. ઉપયોગમાં ક્રોધ નથી હોતો અને ક્રોધમાં ઉપયોગ હોતો નથી. ક્રોધની ચેતના હોય ત્યારે શુદ્ધ જ્ઞાનની ચેતના હોતી નથી. જ્યારે શુદ્ધ જ્ઞાન-ચેતના હોય ત્યારે ક્રોધ-ચેતના ન હોય. શુદ્ધ જ્ઞાન-ચેતના અને ક્રોધ-ચેતના એ બે એકસાથે ન હોઈ શકે. શુદ્ધ ચેતનાની ક્ષણમાં નથી હોતો ક્રોધ કે નથી હોતાં માન કે કપટ, લોભ કે કામવાસના. ઉપયોગની અવસ્થામાં આઠેય કર્મ હોતાં નથી.
Jain Educationa International
સમયસાર
For Personal and Private Use Only
65
www.jainelibrary.org