________________
અકાળ મૃત્યુના સંદર્ભમાં :
સંસારમાં જેટલી સમસ્યાઓ છે તે બધી અજ્ઞાનજનિત છે. અજ્ઞાન ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. આ સત્ય આપણે અકાળે થતા મૃત્યુના સંદર્ભમાં જોઈએ. જે જન્મે છે તે મરે છે એ વાત નિશ્ચિત છે. પણ પ્રશ્ન એ છે કે જે બધા મરે છે તે સૌ સ્વાભાવિક મૃત્યુથી મરે છે કે અકાલ મૃત્યુથી ? એનો ઉત્તર છે- થોડાક જ માણસો સ્વાભાવિક મોતથી મરતા હોય છે. અકાલ મૃત્યુથી મરનાર ઘણા છે. અજ્ઞાની માણસ અકાલ મૃત્યુથી કરે છે. ભગવાન મહાવીરે અકાલ મૃત્યુનાં સાત કારણ બતાવ્યાં છે. એમાંનું પહેલું કારણ છે, તીવ્ર અવ્યવસાય (નિશ્ચય). નિશ્ચયની તીવ્રતા અકાલ મૃત્યુનું એક કારણ છે. જે માણસમાં રાગ-દ્વેષની તીવ્રતા છે તે પોતાના | મોતે મરતો નથી. સ્વાભાવિક મોતે મરતો નથી. એ અકાલ મૃત્યુથી મરે છે. લોભ : પરિણામ
આયુર્વેદમાં શરીરના સમસ્ત અવયવોનું આયુષ્ય બતાવેલું છે. હાથનું | આયુષ્ય ત્રણસો વર્ષ, મૂત્રપિંડનું આયુષ્ય ત્રણસો વર્ષ અને હાડકાનું આયુષ્ય તેના કરતાંય વધારે છે. શરીરના અવયવોનું આયુષ્ય ત્રણસો-ચારસો વર્ષ અને માણસ સો વર્ષ પણ ન જીવે, સિત્તેર વર્ષ પણ પૂરાં ન કરી શકે એનો અર્થ એ કે માણસ અકાલ મૃત્યુને બોલાવે છે. એનું કારણ છે અધ્યવસાયની તીવ્રતા, રાગ-દ્વેષની તીવ્રતા, ભય અને આકાંક્ષાની તીવ્રતા. વળી આજના યુગમાં લોભ પણ ખૂબ વધ્યો છે. પહેલાંના સમયમાં લોભ ન હતો એમ | તો ન કહી શકાય. પણ લાગે છે કે આજે એ વધારે છે. લોભ વધે તો
ભય વધે. ભય વધે તો અનેક પ્રશ્નો ઊભા થાય. આયુર્વેદ અનુસાર લોભનું પરિણામ છે મંદાગ્નિ. જે માણસમાં લોભ વધારે હોય તેનો જઠરાગ્નિ મંદ થઈ જાય છે. અને ભૂખ લાગવી ઓછી થઈ જાય છે.
આચાર્યશ્રી એક મોટા ઉદ્યોગપતિના ઘરે પ્રવાસ (નિવાસ) કરી રહ્યા | હતા. પાંચ-છ દિવસ થઈ ગયા. એક દિવસ આચાર્યશ્રીએ કહ્યું- કેવું છે | આપનું જીવન ? શાંતિથી ભોજન પણ કરી શકતા નથી ! ભોજન કરતાં
પણ દસ-દસ વખત ફોન કરો છો. રાત-દિવસ ફોનની ઘંટડીઓ વાગ્યા જ | કરે છે. નથી શાંતિથી સૂઈ શકતા કે નથી શાંતિથી ખાઈ શકતા. ઉદ્યોગપતિ બોલ્યા- મહારાજ આપ સાચું કહો છો. હું કશું ય ખાઈ શકતો નથી. હું | એક નાનો ફૂલકો-ફાફડો ખાઉં છું. એ પણ પૂરો ખાઈ શકતો નથી. મને
સમયસાર • 85
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org