________________
જાગે એટલે સમ્યક્ આચરણ એની નીચે દબાઈ જાય. અહંકાર જાગે તેથી સમ્યક્ આચરણ એની નીચે દબાઈ જાય. માયા અને લોભ જાગે અને એની નીચે સમ્યક્ આચરણ દબાઈ જાય. માણસ અનિશ્ચયોમાં ઘેરાઈ જાય છે. વિકલ્પો ઊભા કરવામાં અહમ્ કષાય ભાગ ભજવે છે. જ્યાં સુધી ક્રોધ અને અહંકાર પ્રબળ હોય, માયા અને લોભ જાગતા હોય ત્યાં સુધી વિચારોની પરંપરા રોકી શકાતી નથી. જે વિચાર આવતા હોય તેમને આવવા દેવા. વિચારો આવે છે એ ચિંતાનો વિષય ન હોઈ શકે. આપણું ચિંતન એવું હોય કે આપણે વિચારોની સાથે વહી જઈએ નહિ. જે માણસ વિચાર કે વિકલ્પનું રેચન (કાઢી નાખવું) કરવું ન જાણતો હોય, એમને પોતાની અંદર ઘર કરવા દે તે વિચારોથી છૂટકારો મેળવી શકતો નથી. માણસ પોતાનું જ ઘર ભાડુઆતને આપી દે તો તેને એની પાસેથી છોડાવવું મુશ્કેલ થઈ જાય છે. કોણ જાણે કેટલાય ભાડુઆતોને આપણે આપણી અંદર રહેવાનું આપી દીધું છે. અને એ બધા આપણા ચારિત્રને રૂંધી રહ્યા છે. જ્યાં સુધી કષાયોને ઓછા ન કરાય, ક્રોધ, માન (અભિમાન), માયા અને લોભને દબાવી દેવાતા નથી (શાંત કરી દેવાતા નથી), ત્યાં સુધી સમ્યક્ આચરણની સંભાવના કરી ન શકાય, નૈતિક અને પ્રામાણિક વ્યવહારની આશા ન કરી શકાય.
પુણ્યની વાંછના પણ પાપ છે
આપણી પ્રગતિમાં ત્રણ વિઘ્નો છે- મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય. એમને જે દૂર કરી શકે તે માણસ જ આત્મજ્ઞાનની વાત કરી શકે છે. જ્યાં સુધી આ ત્રણેય વિઘ્નોનું અસ્તિત્વ હોય ત્યાં સુધી આત્મદર્શનની વાત સાર્થક થતી નથી.
કહ્યું છે- પુણ્યની ઇચ્છા ન કરો. અજ્ઞાની પુણ્યની ઇચ્છા કરે છે. પાપની ઇચ્છા કોઈ નથી કરતું, કે પાપનું ફળ મેળવવા ઇચ્છતું નથી. સૌ પુણ્યની ઇચ્છા કરે છે. આચાર્ય ભિક્ષુએ લખ્યું છે કે, "પુણ્યતણી ઇચ્છા ક્રિયાં લાગે પાપ એકાંત જે પુણ્યની ઇચ્છા કરે છે એને એકાંત (પુષ્કળ) પાપ લાગે છે. એટલે પ્રશ્ન થયો.” કોની ઇચ્છા કરવી ? ત્યારે કહેવાયું કે માત્ર નિર્જરાની ઇચ્છા કરો. પરમાર્થની ઇચ્છા કરો, આત્મશુદ્ધિની ઇચ્છા કરો પુણ્યની ઇચ્છા ન કરો. અનેક આચાર્યોએ આ વાત પર ઘણુ જોર આપ્યું છે. આ પરંપરામાં આચાર્ય કુન્દકુન્દનું નામ લઈ શકાય, આચાર્ય ભિક્ષુનું નામ લઈ શકાય. કેટલાક એવા આચાર્યો થયા છે જેમણે શુદ્ધ
સમયસાર
For Personal and Private Use Only
Jain Educationa International
49
www.jainelibrary.org