________________
આ વિચારસરણી મિથ્યા છે. જ્યાં સુધી આ દષ્ટિકોણ બદલાય નહિ ત્યાં! સુધી સુખની કલ્પના સાકાર બનશે નહિ. માણસને પદાર્થ મળી શકે છે. ધન મળી શકે છે, સગવડ મળી શકે છે. પણ સુખ મળી શકે છે કે નહિ એ કહેવું ઘણું કઠણ છે. અમે એવા માણસો જોયા છે જેઓ કરોડપતિ છે. પણ એમના દુઃખનો કોઈ આરો નથી. મેં મારી નજરે અબજપતિ માણસને રડતો, વિલાપ કરતો જોયો છે. જેનો દૃષ્ટિકોણ સમ્યફ થયો નથી તે સર્વ કંઈ મળ્યા પછી પણ ગરીબનો ગરીબ જ રહે છે. અને જેને સમ્યગુ દર્શન પ્રાપ્ત થઈ જાય તે બાદશાહ બની જાય છે. ફકીર કોણ છે ?
શહેરમાં એક ફકીર આવેલો હતો. સૌ કોઈ એનાં દર્શને જતા હતા. રાજાએ ફકીર વિશેની વાત સાંભળી. એ પણ ફકીરનાં દર્શન કરવા ગયો. એણે જોયું તો ફકીરના શરીર પર પૂરાં કપડાં પણ ન હતાં. રાજાએ કહ્યું, "મહારાજ આપ ઘણી ગરીબીમાં જીવો છો. મારા રાજ્યમાં આટલો ગરીબ તો કોઈ માણસ નથી. હું આપને કંઈ ભેટ આપવા ઇચ્છું છું. ફકીર મૂંગો રહ્યો. રાજાએ સોયાથી ભરેલા થાળ ફકીરની સામે મૂક્યા અને કહ્યું, મહારાજ, આપ મને એવો આશીર્વાદ આપો જેથી મારું રાજ્ય કાયમ રહે, મારું રાજ્ય વધતું જાય, મારું ઐશ્વર્ય સદા વધતું રહે.' ફકીરે કહ્યું, 'મારે કંઈ જ જોઈતું નથી. તું મારી સામેથી જતો રહે. તું એ કહે કે- જે માગે એ ગરીબ કહેવાય કે જે ન માગે તે ગરીબ કહેવાય ?' આ સાંભળીને રાજા તો સ્તબ્ધ જ થઈ ગયો. દુઃખ-મુકિતનો પહેલો નિયમ : સમ્યગ દર્શન :
જે વ્યક્િતમાં સમ્યમ્ દષ્ટિનું ભાન જાગી જાય છે તે આખા જગતનો બાદશાહ થઈ જાય છે. જેનો દષ્ટિકોણ મિથ્યા રહ્યા કરે છે. તે બધુંય મળ્યા પછી પણ ફકીર રહ્યા કરે છે. જ્યાં સુધી આત્મદર્શન થતું નથી ત્યાં સુધી મિથ્યા દષ્ટિકોણ બદલાતો નથી, અને આ મિથ્યા દષ્ટિકોણે જ સમ્યગુ દર્શનની દષ્ટિને બાંધી રાખી છે. આ જ આપણા વિકાસમાં વિઘ્નરૂપ છે. આપણી દષ્ટિને વિપરીત (ઊલટી) બનાવી રાખે છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ દેખાય છે અને જ્યાં સુખ ભર્યું પડ્યું છે ત્યાં સુખ દેખાતું નથી. માણસમાં એવી તો મૂચ્છ ઉત્પન્ન થઈ જાય છે કે કશી ખબર જ પડતી નથી. જે પોતાનો છે અને એ પારકો માનતો જાય છે અને જે પારકો છે એને પોતાનો માનતો જાય છે. આ ભ્રમ કોણ જાણે કેટલાંય દુઃખ ઉત્પન્ન
સમયસાટ e 47
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org