________________
આધ્યાત્મિક ચેતનાના વિકાસ પર જોર દીધું છે. એમણે પુણ્ય અને પાપને બંધનના રૂપમાં રજૂ કર્યા છે અને તેમનાથી વેગળા રહેવાની વાત પ્રસ્તુત કરી છે.
सोवण्णियं पि णियलं बन्धदि कालायसं पि जह पुरिसं । बन्धदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ॥
तम्हा दु कुसीलेहि य रागं मा कुह मा व ससग्गं । साहीणो हि विणासो कुसीलसंसग्गरागेण ।।
શબ્દોમાં વર્ણવી ન શકાય એવી ચેતનાનો વિકાસ
પુણ્યનું બંધન ઘણું ગૂંચવણભર્યું છે. જે માણસ આ બંધન છે એમ સમજતો નથી તે ધર્મ અને અઘ્યાત્મની દિશામાં વિકાસ કરી શકતો નથી. આપણે જો વર્તમાન જીવનમાં અધ્યાત્મ ઉતારવું હોય (લાવવું હોય), સમસ્યાઓને ઉકેલવી હોય તો એક અભ્યાસ કરવો પડે- જીવનની યાત્રામાં પુણ્ય અને પાપ એ બન્નેને ભોગવવા છતાં પણ શબ્દાતીત ચેતનાનો વિકાસ કરવો પડશે. આત્માનુભવની દિશામાં પ્રસ્થાન કરવું પડશે. આ જ એક એવો માર્ગ છે જ્યાં હજારો સમસ્યાઓ એક સાથે ઊકલી જાય છે. જે દિવસે નિર્વિકલ્પ ચેતનામાં જીવવાનો માર્ગ આપણી સામે આવશે, તે દિવસે સમસ્યાઓથી છૂટકારો મેળવવાનો માર્ગ આપણા હાથમાં આવી જશે. પુણ્ય અને પાપના ચક્કરમાં ફસાયેલો માણસ આત્મા અને પરમાત્માની વાત સાંભળે એ ઘણું મુશ્કેલ છે. જે માણસ શબ્દો, વિચારો અને વિકલ્પોથી ઉપર ઊઠવાનો મંત્ર શીખી લે છે તે આત્મ-સાક્ષાત્કાર અને આત્માનુભૂતિની દિશામાં પ્રસ્થાન કરી જાય છે.
Jain Educationa International
✰✰✰
સમયસાર
50
For Personal and Private Use Only
www.jainelibrary.org