________________
કરી રહ્યો છે. આ સમસ્યાનો અને દુઃખથી છુટકારો પામવાનો પહેલો નિયમ છે- સમ્યક્ દૃષ્ટિકોણ જાગે અને મિથ્યા દષ્ટિકોણ બદલાય. જે જેવો હોય એને આપણે એવો જ સમજીએ. આપણું જ્ઞાન વિપરીત ન થાય. જો આવું બને તો દુઃખક્તિની દિશામાં આપણું પ્રસ્થાન થઈ જાય છે. અજ્ઞાનને લીધે જ્ઞાન પ્રતિબંધિત છે
આ સમસ્યાનું એક કારણ છે-અજ્ઞાન. આપણને પોતાને ઓળખવામાં આપણું અજ્ઞાન વિધ્નરૂપ રહ્યું છે. એટલું તો ગાઢ છે અજ્ઞાન કે આપણો પોતાનો પ્રકાશ આપણને દેખાતો જ નથી. આપણી અંદર કેટલો પ્રકાશ છે એનું આપણને ભાન નથી. જ્યારે પ્રજ્ઞા જાગે ત્યારે એની ખબર પડે કે આપણી અંદર કેટલું જ્ઞાન છે. હજી સુધી એ પુસ્તકોમાં ભરાયેલું પડ્યું છે. માણસને લાગે છે કે વિદ્યાલયમાં જઈશું અને પુસ્તકો વાંચીશું તો જ્ઞાન મળશે. જો વિદ્યાલયમાં ન જઈએ અને પુસ્તકો ન વાંચીએ તો જ્ઞાન નહિ મળે, આપણે અજ્ઞાની જ રહીશું. કોણ જાણે કેટલાય લોક વિદ્યાલયમાં, મહાવિદ્યાલયમાં (કોલેજમાં) અને વિશ્વવિદ્યાલયમાં (યુનિવર્સિટીમાં) ભણીને અજ્ઞાની રહ્યા છે અને એવા લોક આખી દુનિયાને બરબાદ કરી રહ્યા છે. વસ્તુતઃ જ્ઞાન આપણી અંદર છે. દુનિયામાં જેટલા મોટા મોટા વૈજ્ઞાનિકો થયા છે, મોટી મોટી જેટલી શોધો થઈ છે એ બધીય અંતર્નાનની સ્ફૂરણાની ક્ષણોમાં સંભવિત બની છે. એમને પૂછ્યું કે આપે આ કઈ રીતે કર્યુ ? આવો વિચાર કાંથી આવ્યો ?' તો એમનો ઉત્તર હતો- અમે આ વિચાર્યુ જ ન હતું. બસ, અકસ્માત જ બની ગયું. કઈ રીતે થયું એની ખબર નથી. આઈન્સ્ટાઈને કહ્યું હતું, 'આ સાપેક્ષવાદનો સિદ્ધાંત ક્યાંથી આવ્યો એની મને ખબર નથી, પણ એ મળી ગયો. આનું કારણ છે- અંતર્ભ્રાન. આજના મસ્તિષ્કવિજ્ઞાની (માનવ મગજના નિષ્ણાત વિજ્ઞાનીઓ) બતાવે છે કેમગજમાં જેટલી શિક્ત છે તેના પાંચ કે દસ ટકા ભાગનો જ ઉપયોગ માણસ કરી શકે છે. બાકીની શિક્તનું એને ઘ્યાન જ આવતું નથી. જ્યાં સુધી આત્માનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી, અંદરની ચેતના જાગતી નથી ત્યાં સુધી માત્ર બહારના જ્ઞાનના ભરોસે જીવવું પડે છે. આ અજ્ઞાને આપણા જ્ઞાનને અટકાવી રાખ્યું છે. અને એ જ સમસ્યાનું કારણ બનેલું છે. કષાયથી ચરિત્ર પ્રતિબંધિત છે
સમસ્યાનું એક કારણ કષાય છે. માણસની પાસે ચારિત્રની, સમ્યક્ આચરણની એક શિક્ત છે. સમ્યક્ આચરણ કષાયથી અટકાવાયેલું છે. ક્રોધ
સમયસાર
Jain Educationa International
48
For Personal and Private Use Only
www.jainelibrary.org