________________
આવી જાય. આ દ્વિમુખી વ્યક્િતત્વ પાખંડ સિવાય બીજું કંઈ જ નથી. થોડાક સમય માટે એકાગ્રતાની સાધના, બાકી આખો દિવસ વિષમતાની પ્રવૃત્તિઓ! આ પ્રશ્નમાં ઊંડા ઊતરી વિચારતાં એક નવી દિશા સામે આવે છે. એક નવો પ્રકાશ સામે આવે છે. એ દિશા તે- જ્યાં સુધી આપણું જ્ઞાન, દર્શન અને ચારિત્ર નીચી કક્ષામાં છે ત્યાં સુધી આમ થવું સ્વાભાવિક છે. આ એક નિયમ છે. આચાર્ય કુન્દકુન્દનું કથન
આચાર્ય કુન્દકુન્દ લખ્યું કે - નીચી કક્ષાના જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં કર્મનો દંડ થાય છે.
जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणामदि । ___ अण्णतं गाणगुणो तेण दु सो बन्धगो भणिदो ।
दसणणाणचरित्तं जं परिणमदे जहण्णभावेण । णाणी तेण दु वज्झदि पोग्गलकम्मेण विविहेण ।।
બીજી તરફ એમણે કહ્યું કે- જ્ઞાની અને સમ્યફ-દષ્ટિને કર્મનો બંધ થતો નથી.
रागो दोसो मोहो य, आसवा पत्थि सम्मदिविस्स । तम्हा आसवभावेण विणा, हेदू ण पच्चया होति ।। रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः ।। तत एव न बन्धोस्य, ते हि बन्धस्य कारणम ।।
જો માણસ જ્ઞાની થઈ જાય, સમ્યગુ-દષ્ટિ થઈ જાય તો તેને કર્મનું બંધન થશે નહિ. એનો અર્થ થાય કે એ ગમે તે કરે. આ એક પ્રશ્ન છે. કેટલાક લોકોએ એક એવો મિથ્યાવાદ ફેલાવ્યો છે. પણ એમ લાગે છે કે એવા લોકોએ આચાર્ય કુન્દકુન્દની ભાષાને એના સમગ્રરૂપે વાંચી નથી. આચાર્ય કુન્દકુન્દની ભાષામાં તેવો માણસ જ સમ્યફ-દષ્ટિ અને જ્ઞાની કહેવાય જેનું ચારિત્ર યથાપ્યાત થઈ ગયું હોય. જેને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય, કેવલ દર્શન પ્રાપ્ત થઈ ગયું હોય એને કર્મનો બંધ થતો નથી, કષાયજનિત કર્મનો બંધ થતો નથી. આ વાત તો સમજાય. પણ માણસ એક શબ્દને પકડીને ગૂંચવાઈ જાય અને વિચારે કે-હું સમ્યફ દષ્ટિ થઈ ગયો છું. હવે હું ગમે તે કરું, કર્મનો બંધ તો મને થવાનો જ નથી. આ મોટો ભ્રમ છે.
સમયસાર ૦ 54
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org