________________
૪. દિવસ અને રાત્રીનો વિરોધ |
સૂર્ય ઊગે છે અને દિવસ થઈ જાય છે. સૂર્ય અસ્ત થાય છે અને રાત્રી થઈ જાય છે. આ દિવસ અને રાત્રીનું થવું એ કંઈ સૂર્યનો ઢોંગ નથી. |
એ કુદરતનો એક અનિવાર્ય નિયમ છે. જીવનમાં પણ કયારેક દિવસ આવે | છે અને ક્યારેક રાત આવે છે. કયારેક પ્રકાશ આવે છે અને કયારેક અંધારું
આવે છે. એને આપણે પાખંડ શા માટે માનવો? આપણે એવી આશા કેમ રાખવી કે એક માણસ હમેશાં એક જેવો જ રહે ? આપણે તો ઇચ્છીએ છીએ કે માણસ એક જેવો રહે, એનું વર્તન પ્રકાશ જેવું રહે, અંધકાર જેવું ન રહે. પણ આ ઇચ્છાની પાછળ કુદરતનો નિયમ નથી. પ્રકૃતિનો નિયમ | કંઈ જુદો જ છે. એમાં કશુંય એક જેવું હોતું જ નથી. જે કંઈ એક જેવું
હોય છે તે બીજી કક્ષામાં ગયા પછી હોય છે. | બે કક્ષાઓ (શ્રેણીઓ)
અધ્યાત્મના ક્ષેત્રમાં બે કક્ષાઓ (શ્રેણીઓ) છે- સરાગ કક્ષા અને વીતરાગ કક્ષા. જે માણસ વીતરાગ કક્ષામાં પહોંચી જાય છે તે એક-જેવો રહે છે. દિવસ હોય કે રાત, પ્રકાશ હોય કે અંધકાર. માણસ એકલો હોય કે પરિષદમાં તો પણ એમાં કશો ફેર પડતો નથી. એનું નામ છે યથાવાત ચારિત્ર. યથાપ્યાત'નો અર્થ છે કહેવા અને કરવાની સમાનતા. આ સ્થિતિમાં જેવો અંદર હોય છે તેવો જ બહાર રહે છે, અને જેવો બહાર હોય છે તેવો જ અંદર રહે છે. જે બોલે છે તે જ કરે છે અને જે કરે છે તે જ કહે છે. આવી સંપૂર્ણ સમાનતા વીતરાગ માટે જ શક્ય છે. પણ જે પહેલી કક્ષા છે- સરાગની કક્ષા છે એમાં આમ થવું સંભવ નથી. એમાં ઉતાર-ચઢાવ આવ્યા જ કરે છે. જુદાપણું (ફેરફાર) આવતું રહેતું હોય છે. નવી દિશા
પ્રશ્ન એ થાય કે- જો આમ ફેરફાર થતો રહેતો હોય તો માણસે સાધના શા માટે કરવી ? એક માણસ અડધો કલાક ધ્યાનનો પ્રયોગ કરે. એથી તે શાંતિ અને સમતામાં રહે. વીતરાગ જેવી સ્થિતિમાં રહે. ધ્યાનનો પ્રયોગ પૂરો થાય અને તે ઘરે જાય, દુકાને અને ઓફિસે જાય અને સ્થિતિ બદલાઈ જાય. તો પ્રશ્ન એ છે કે- આ શું પાખંડ નથી ? માણસ અડધો કલાક વીતરાગ થાય, પણ તે પછી બધીય રાગ (આસક્િત)વાળી સ્થિતિઓ
સમયસાર ૦ 53
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org