________________
કષાય ઓછા થતા જાય તેમ તેમ આપણું ચારિત્ર આગળ વધશે, પણ એ ક્રમેક્રમે થશે. પુરુષાર્થની સાધના દ્વારા થશે. સાધનાના ક્ષેત્રમાં જો કોઈ માણસ એમ વિચારે કે, હું આ કામ તો કરું છું પણ એનું શું થશે ? આવો માણસ કદી સફળ ન થઈ શકે. રાજનીતિના આચાર્ય ચાણક્ય અને સોમદેવસૂરિએ આવા સંદેહને અસફળતાનું બહુ મોટું કારણ માન્યો છે. એક માણસે ખેડૂતને પૂછ્યું- 'ખેતી નથી કરતા ?' ખેડૂતે કહ્યું- શું કરું ? ખેતી કરું તો હરણાં બગાડી નાખે અને વરસાદ થશે કે નહિ એ કોણ જાણે છે?' સફળતાનો નિયમ
જે ખેતી ન કરે તે કદીય અનાજ પેદા કરી શકે નહિ. જે માણસ ભયને સ્વીકારી લે છે, આત્મવિશ્વાસપૂર્વક પોતાનું કામ કરે છે, નિષ્ઠા અને દઢ વિશ્વાસ સાથે આગળ વધે છે તે ક્યાંક વિઘ્ન આવે તો પણ સફળ થઈ જાય છે. જેનામાં નિશ્ચય શક્તિ હોય, નિષ્ઠા હોય તે બધાં વિઘ્નોને પાર કરી આગળ વધી જાય છે. જે માણસ વિઘ્નોના ભયથી પડ્યો રહે તે સૂતેલો ને સૂતેલો જ રહી જાય છે.
આપણે જઘન્ય જ્ઞાનમાંથી ઉત્તમ જ્ઞાન સુધી, મતિ-શ્રુતથી કેવલજ્ઞાન સુધી, જઘન્ય દર્શનથી ઉત્કૃષ્ટ જ્ઞાન સુધી, ચક્ષુ અને અચક્ષુ દર્શનથી કેવલ દર્શન સુધી પહોંચવાનું છે. આપણે પહોંચવું છે ઉત્કૃષ્ટ ચારિત્ર સુધી, જે સામાયિકની સામાન્ય સાધના છે ત્યાંથી વીતરાગ ચારિત્ર સુધી, સરાગ ચારિત્રથી વીતરાગ ચારિત્ર સુધી. ત્યાં સુધી પહોંચવા માટે એક નિશ્ચય, સાતત્ય અને આશા હોવાં જરૂરી છે. જે માણસો નિરાશ થઈ જાય છે તે જીવનમાં સફળ થતા નથી. જેમણે સાધના શરૂ કરી હોય અને તેમાં સફળ તા ન મળે અને નિરાશ થઈ જાય તેઓ કદીય સાધનામાં સફળ થયા નથી. જેનામાં દૃઢ શ્રદ્ધા હોય તે જ સફળ થઈ શકે છે. આશાવાદીપણું : વિધાયક દષ્ટિકોણ
એક વૃદ્ધ સાધક સાધના કરી રહ્યો હતો, નારદજી ત્યાંથી નીકળ્યા. સાધકે પૂછ્યું, 'આપ કચાં જઈ રહ્યા છો ?' નારદજીએ કહ્યું, હું ભગવાન પાસે જાઉં છું. કંઈ કામ હોય તો કહો.' સાધકે કહ્યું- 'ભગવાનને પૂછજો કે કેટલા જન્મો પછી મને મુક્તિ મળવાની છે ? મારી સાધના જોતાં વિચાર કરતાં મને લાગે છે કે આ જન્મમાં જ હું મુક્ત થઈ જઈશ.' નારદે કહ્યું, 'ભલે.' એ આગળ ચાલ્યા. રસ્તે એક નવા સંન્યાસીએ પણ નમસ્કાર કરતાં પોતાનો પ્રશ્ન રજૂ કર્યો, 'મેં મુક્તિ માટે સાધના શરૂ કરી છે. હવે
સમયસાર છે 57
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org