________________
અજ્ઞાન એ બળવાન રાગ (આસક્િત) છે.
અજ્ઞાન શબ્દને પણ આપણે સમજી લઈએ. અજ્ઞાનનો અર્થ અભણ એવો નથી. જે ભણે તે જ્ઞાની અને ન ભણે તે અજ્ઞાની એવી ભેદરેખા શાળાના શિક્ષણને આધારે દોરાય છે, પણ અધ્યાત્મની વ્યાખ્યા એનાથી તદ્દન જુદી છે. અધ્યાત્મની ભાષામાં અજ્ઞાન એટલે પ્રબળ રાગ (બહુ મજબૂત આસકિત). રાગને કારણે જ અનીતિનો પ્રશ્ન વ્યાપક બને છે.
એક શેઠ પોતાની દુકાને જઈ રહ્યા હતા. રસ્તામાં એક ભિખારી મળ્યો. કંઈક આપવા માટે એણે શેઠને વિનંતી કરી. શેઠે ગજવામાં હાથ નાખો, સોનાની એક ગીની કાઢી અને ભિખારીના હાથમાં ધરી દીધી. શેઠ આગળ નીકળી ગયા. ભિખારીએ જોયું- આ સોનાની ગીની છે. એની તો કલ્પનામાં જ આવતું ન હતું કે ભિખારીને કોઈ સોનાની ગીની આપી શકે. ભિખારી ખોડંગાતો શેઠની પાછળ ગયો. દુકાને પહોંચ્યો અને કહ્યું, લ્યો શેઠ, આ આપની ગીની. કદાચ ભૂલથી આપે રૂપિયાને બદલે ગીની આપી દીધી હશે. આ સાંભળી શેઠ વિસ્મયચકિત થઈ ગયા. એમને વિચાર આવ્યો કે આ માણસ ભિખારી હોવા છતાં કેટલો ઈમાનદાર છે ! એમણે બીજી એક ગીની કાઢીને ભિખારીને આપી દીધી. ભિખારી તો શેઠના આ વ્યવહાર પર મુગ્ધ થઈ ગયો અને શેઠ ભિખારીની ઈમાનદારી પર. જ્ઞાન અને ધ્યાન
નૈતિકતા અને ઈમાનદારી ભિખારી પાસે પણ હોય. કયારેક ભિખારી | જેટલો ઈમાનદાર, જેટલો પ્રામાણિક હોય છે એટલો એક સંપન્ન માણસ નથી હોતો. જેના મનમાં લોભ અને સ્વાર્થ પ્રબળ ન હોય તેવો દરેક માણસ ઈમાનદાર અને નૈતિક હોઈ શકે. બેઈમાન, અનૈતિક અને અપ્રામાણિક તો તેવો માણસ જ હોય જે સ્વાર્થી અને લોભી હોય. સ્વાર્થ અને લોભને લીધે ક્રૂરતા જન્મે છે. જેના મનમાં કૂરતા રહેલી છે તે સમાજના નિર્માણનું નહિ પણ સંહારનું કારણ બની શકે છે.
આ બધી સમસ્યાઓના મૂળમાં અજ્ઞાન છે, તેથી આચાર્યે એ વાત પર ભાર મૂક્યો કે, જ્ઞાની થાઓ. જ્ઞાન એ એક જ એવો માર્ગ છે જેનાથી સમસ્યાનું સમાધાન કરી શકાય છે. આ વાતને સ્પષ્ટ રીતે સમજીએ- જ્ઞાન | અને ધ્યાન એ બે જુદી વાતો નથી. જે સમયે મનમાં રાગ અને દ્વેષનો ભાવ હોતો નથી તે સમયે જ્ઞાન થાય છે, અને તે વખતે જ ધ્યાન થાય છે. રાગ-દ્વેષ રહિત ક્ષણમાં જીવવું એનું નામ જ્ઞાન. જ્ઞાન અને ધ્યાન
સમયસાર 9 37
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org