________________
નિર્વિકલ્પ જ્ઞાન
ધર્મ કે અઘ્યાત્મ એ નિર્વિકલ્પ જ્ઞાન છે. એમાં કોઈ વિચાર, ચિંતન કે વિકલ્પ હોતો નથી. માત્ર આત્માનો અનુભવ હોય છે. નિર્વિકલ્પ જ્ઞાન હોય છે. આચાર્ય કુકુન્દે આત્મદર્શન પર ઘણું જોર આપ્યું છે, એમણે કહ્યું- 'માત્ર આત્માને જુઓ. આત્મા જ સમય (કાલ) છે. આત્મા જ શુદ્ધ છે. આત્મા જ કેવલી છે. આત્મા જ મુનિ છે. આત્મા જ જ્ઞાની છે. આત્મામાં સ્થિર રહેલા માણસો જ નિર્વાણ પ્રાપ્ત કરે છે.
परमट्ठो खलु समओ, सुद्धो जो केवली मुणी णाणी । तम्हि ट्ठिदा सहावे, मुणिणो पावन्ति णिव्वाणं ।।
મુક્િતના માર્ગની સમસ્યા
પ્રશ્ન થાય છે કે આત્મા ઉપર આટલો ભાર કેમ આપવામાં આવ્યો? આખા જગતની સમસ્યાઓનો અભ્યાસ કર્યો તો ખબર પડી કે- આત્મા વિના આ સંસારમાં આ સમસ્યાઓનું કોઈ સમાધાન નથી. આત્માને જાણીને જ આ સમસ્યાઓનું સમાધાન મેળવી શકાય છે. જે માણસ આત્માને જાણવાની દિશામાં પગલું ભરતો નથી એ સમસ્યાઓના ચક્રમાંથી છૂટી શકતો નથી. એ એક સમસ્યા મટાડે છે અને અનેક સમસ્યાઓ પેદા કરે છે. આત્માનું દર્શન કે આત્માનો સાક્ષાત્કાર એક એવો માર્ગ છે જેના વડે અનેક સમસ્યાઓ એક સાથે ઉકલી જાય છે, મટી જાય છે. આત્મા વડે આત્માને જુઓ' એ વાત ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે એમ નથી. વિચારપૂર્વક અને બુદ્ધિપૂર્વક આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. કહેવાયું છે કે- જો તમારે ઢગલાબંધ સમસ્યાઓનું સમાધાન જોઈતું હોય, જીવનમાં દુઃખ અને ગૂંચવણોથી છૂટવા માગતા હો તો એનો સીધો રસ્તો છે- આત્મદર્શન. જેણે પોતાના આત્માને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે એ બધી સમસ્યાઓનો પાર પામી જાય છે.
સમસ્યાનાં ત્રણ કારણ
સમસ્યાઓનાં મુખ્યત્વે ત્રણ કારણો છે- મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય. આચાર્ય કુકુન્દે આ સંબંધમાં ઘણું સુંદર માર્ગદર્શન આપ્યું છે. એમણે લખ્યું છે- મિથ્યાત્વ સમ્યકત્વને રોકનાર છે. અજ્ઞાન જ્ઞાનનું પ્રતિબંધક છે, અને કષાય ચરિત્રનું પ્રતિબંધક છે.
सम्मत्तपडिणिबद्धं मिच्छत्तं जिणवरेहिं परिकहियं । तस्सोदयेण जीवो मिच्छादिट्ठि त्ति णादव्वो ।।
Jain Educationa International
સમયસાર
44
For Personal and Private Use Only
www.jainelibrary.org