________________
કરાય તો સંભવ છે કે, એક દિવસમાં એક પુસ્તક ભરાઈ જાય. આ | વિચારો કાં તો પાપના હોય છે, ખરાબ હોય છે કે પછી પશ્યના હોય છે, સારા હોય છે. માણસ પુણ્ય અને પાપના વિચારો અને વિકલ્પોમાં ઘેરાયેલો રહે છે. વિકલ્પની આ ચેતનાએ જ માણસના વિવેકને પણ બુઢો બનાવી | દીધો છે.
એક વખત એક રાજા ફરવા નીકળ્યો. બહાર જતાં પહેલાં એણે | મંત્રીને પૂછ્યું, વચમાં કયાંય વરસાદ તો નહિ આવે ને ?
મંત્રીએ કહ્યું, 'મહારાજ, વરસાદનાં કોઈ લક્ષણ તો દેખાતાં નથી.' આ સાંભળીને રાજા છત્રી વગેરે કશુંય સાથે લીધા વિના ફરવા નીકળી પડ્યો. રસ્તે એક ખેતરમાં એક વૃદ્ધ ખેડૂત વૃક્ષ નીચે બેઠો હતો. રાજાએ એને પૂછ્યું, તમને લાગે છે કે આજે પાણી (વરસાદ) વરસશે ?
ખેડૂતે કહ્યું, મને તો ચોક્કસ લાગે છે કે અડધા એક કલાકમાં જ | વરસાદ વરસશે'. રાજા આગળ વધ્યો. અર્ધા કલાક પૂરો થયો ન થયો ત્યાં | વરસાદ વરસવા લાગ્યો. રાજા પાસે વરસાદથી બચવાનું કોઈ સાધન ન હતું. એ ભીંજાતો ભીંજાતો પાછો આવ્યો. રાજાએ મંત્રીને કહ્યું, આપ મંત્રીપદ માટે સ્ટેજેય લાયક નથી. તમે એટલું પણ બતાવી શકતા નથી કે વરસાદ વરસશે કે નહિ. તો પછી રાજની આવડી મોટી જવાબદારી કઈ રીતે સંભાળી શકશો ? આપ કરતાં વધારે બુદ્ધિમાન તો પેલો ખેડૂત છે. એણે મને વરસાદની બરાબર માહિતી આપી. હું આપને સ્થાને એને પ્રધાન તરીકે નિમું છું.”
પછી રાજાએ ખેડૂતને બોલાવી કહ્યું, તે મને વરસાદ વરસવાની બરાબર માહિતી આપી. તું સમયને પારખી શકે છે. તેથી હું તને પ્રધાન બનાવું છું.'
ખેડૂતે કહ્યું, 'મહારાજ, મને તો મારા ગધેડાને લીધે વરસાદ વરસવાની ખબર પડી. જ્યારે વરસાદ વરસવાનો હોય છે ત્યારે ગધેડો એના કાન ઝકાવી દે છે. મેં ગધેડાને જોઈને જ વરસાદ વરસવાની વાત કહી હતી.”
ખેડૂતની વાત સાંભળીને રાજાએ કહ્યું, 'તો તો તારો ગધેડો પ્રધાનપદ માટે વધારે યોગ્ય છે. હું એને મારો મંત્રી બનાવું છું.'
જે માણસ વિકલ્પોમાં ગૂંચવાતો જાય છે તેની સામે ગધેડાને પ્રધાન બનાવવાનો પ્રસંગ પણ આવી પડે છે.
સમયસાર 48
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org