________________
ભૂખ જ લાગતી નથી. લોભ ઘણો બળવાન છે
દુનિયા ઘણી વિચિત્ર છે. જેમની પાસે ધનના ઢગલા છે એમનો અગ્નિ મંદ છે. જેમનો અગ્નિ તીવ્ર છે એમને ખાવાનું મળતું નથી. આ જગતમાં આવા વિરોધાભાસો ચાલે છે. આજકાલ હાર્ટફેઈલથી મરનારાઓની સંખ્યા વધી રહી છે. એનું સૌથી મોટું કારણ એ જ લાગે છે- લોભની પ્રબળતા. માણસનો લોભ બહુ જ બળવાન છે. એ બધુંય ધન પચાવી લેવા ઇચ્છે છે. પણ એ બધુંય પચાવી શકાતું નથી. લોભ સાથે ભય પણ વધ્યો છે. લોભ અને ભય વધે તો હાર્ટએટેકની સંભાવનાઓ કેમ પ્રબળ ન થાય ? એનાથી સ્વાભાવિક જ અકાલ મૃત્યુને નિમંત્રણ મળી જાય છે. જો મરનાર માણસોનો હિસાબ કરાય તો સોમાંથી એક માણસ પણ ભાગ્યે જ એવો મળે જેણે પૂરું જીવન જીવ્યું હોય ! દરેક માણસ અકાલ મૃત્યુનો કોળિયો થઈ રહ્યો છે. આ સમસ્યા અજ્ઞાનને લીધે ઊભી થઈ છે. માણસ જો જ્ઞાની ન થાય તો તે પૂરું જીવન જીવી શકતો નથી.
ત્રિકોણ :
આચાર્ય અમૃતચંદ્રે સમયસાર કલશમાં ઘણી સરસ વાત કરી છે. 'एकमेवहि तत् स्वाद्यं विपदामापदं पदं । અજ્ઞાન વિપત્તિઓનું સ્થાન છે. બધીય વિપત્તિઓ અને આપત્તિઓ અજ્ઞાનને લીધે આવે છે. જ્ઞાન એ વિપત્તિઓથી મુક્ત છે. એમાં કોઈ આપત્તિ આવતી નથી. અજ્ઞાનને લીધે ઉત્પન્ન થનારી પહેલી આપત્તિ છે- અઘ્યવસાય (નિશ્ચય-સંકલ્પ)ની તીવ્રતા. અકાલ મૃત્યુ. બીજી આપત્તિ છે- લોભ. ત્રીજી આપત્તિ છે- સ્વાર્થ, ચોથી આપત્તિ છે- ક્રૂરતા. અજ્ઞાની માણસ સ્વાર્થી બની જાય છે. એ માત્ર પોતાની વાતનો જ વિચાર કરે છે. સ્વાર્થ, લોભ અને ક્રૂરતા એ એક ત્રિકોણ છે, જે લોભી હોય તે સ્વાર્થી હોવાનો. જે સ્વાર્થી છે તે લોભી હોવાનો. લોભ અને સ્વાર્થ એ બે જોડાયેલા છે. જે સ્વાર્થી અને લોભી હોય તે બીજાઓ તરફ ક્રૂર બની જાય છે. એ બીજાની ચિંતા કરતો નથી. એના આચરણ અને વ્યવહારને લીધે બીજાની શી સ્થિતિ થશે એ વાત તરફ એ બિલકુલ બેદરકાર થઈ જાય છે. એનામાં પ્રામાણિકતાનો અભાવ થઈ જાય છે. અનૈતિકતા અને અપ્રામાણિકતાની જે સમસ્યા આજે છે એનું કારણ શોધવું હોય તો એક કારણ મળશે- અજ્ઞાન.
Jain Educationa International
36
સમયસાર
For Personal and Private Use Only
www.jainelibrary.org