________________
સંભળાયો- 'રાજપાટ છોડીને મુનિ બની ગયો. ઘ્યાન કરે છે, ત્યાં પુત્ર પર શત્રુઓએ આક્રમણ કરી દીધું છે. એ બિચારો માર્યો જાય છે. આ સાંભળતાં જ રાજર્ષિની જ્ઞાનચેતના અટકી ગઈ. અજ્ઞાન પ્રગટ થઈ ગયું. ધ્યાન મુદ્રામાં ઊભા ઊભા મુનિ યુદ્ધ કરવા મંડી પડ્યા. એ યુદ્ધ ભૂમિ પર ન ગયા. મોરચા ઉપર ન ગયા. પણ તેમનું ઘ્યાન યુદ્ધની ભાવનામાં બદલાઈ ગયું. કાયોત્સર્ગની સ્થિતિમાં રાજર્ષિનો યુદ્ધભાવ વધારે ને વધારે તીવ્ર થતો ગયો. એ એટલું તો લડ્યા કે લડતાં લડતાં સાતમી નારકી સુધી જઈ પહોંચ્યા, એવી લડાઈ શરૂ કરી દીધી.
જ્યારે અજ્ઞાન જાગી ઊઠે છે ત્યારે અંદરની લડાઈ શરૂ થઈ જાય છે. અંતર (મન)માં યુદ્ધ અને સંઘર્ષ શરૂ થઈ જાય છે. જેટલા રાષ્ટ્રીય કલહો છે, સામાજિક અને સંસ્થાકીય કલહો છે તે બધા વ્યક્તિના અંતર મનથી શરૂ થાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું આ કથન કે- "યુદ્ધની શરૂઆત માણસના ભેજામાં થાય છે.” એ નવું નથી. હજારો વર્ષ પહેલાં આ વાત કહેવાઈ હતી કે– યુદ્ધ પહેલાં માણસના મસ્તિષ્કમાં ઉત્પન્ન થાય છે અને પછી યુદ્ધભૂમિ પર લડાય છે. રણભૂમિ પર લડાતા યુદ્ધનું મૂળ કારણ મનુષ્યના મસ્તિષ્કમાં છે. અજ્ઞાની માણસના ભેજામાં લડાઈઓ, ઝઘડા, કલહ, આંતર્દ્રન્દ્ર ચાલ્યા જ કરતાં હોય છે. જ્ઞાની માણસના મસ્તિષ્કમાં કંઈ પણ હોતું નથી. એ આ બધાથી અલિપ્ત રહે છે.
જ્ઞાની શુષ્ક હોય છે ઃ
ઉપચારબુદ્ધિ, અનિચ્છા અને અલેપ આ ત્રણ એવાં તત્ત્વો છે જે જ્ઞાનીની જીવનયાત્રામાં ઉચિતતા સ્થાપે છે, અને જ્ઞાની તથા અજ્ઞાની વચ્ચે ભેદરેખા પણ દોરે છે.
પ્રશ્ન છે કે- જ્ઞાની થવું એ શું બધા માટે જરૂરી હોય છે ? અજ્ઞાનીનું પણ જીવન ચાલે છે. નિર્ભય રીતે ચાલે છે. એક અજ્ઞાની માણસ પદાર્થને જેટલો ભોગવે છે એટલો શાની ભોગવતો નથી. અજ્ઞાની માણસ જીવનનો જેટલો રસ લે છે એટલો જીવનરસ શાની લેતો નથી. મહાવીરની ભાષામાં જ્ઞાની માણસ શુષ્ક હોય છે. એટલા માટે જ અજ્ઞાન તરફ જેટલું આકર્ષણ (લોકોને થાય) છે તેટલું જ્ઞાન પ્રત્યે થતું નથી. પણ અજ્ઞાની માણસ જીવનમાં સમસ્યાઓ ઘણી આવે છે. એ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે વ્યક્તિના મનમાં જ્ઞાની થવાની ઇચ્છા જાગે છે, એક અંતઃપ્રેરણા જાગે છે કે જ્ઞાની થવું જોઈએ. અજ્ઞાન મટાડવું જોઈએ, જ્ઞાન મેળવવું જોઈએ.
Jain Educationa International
સમયસાર
34
For Personal and Private Use Only
www.jainelibrary.org