________________
મે ગાળો દીધી તોય આ તો હસી રહ્યો છે. એને ગુસ્સો નથી આવતો.] કોઈ માણસ ગાળો દે અને સામા માણસને ગુસ્સો ન આવે તો એને સંતોષ ન થાય. કોઈ ગાળો દે અને સામો માણસ ગુસ્સે ભરાઈ જાય, એનો ચહેરો લાલ-પીળો થઈ જાય તો તેને મજા આવે. પેલા માણસથી રહેવાયું નહિ. એણે કહ્યું, મહાશય, મે ગાળો દીધી અને તમારા ઉપર કોઈ અસર ન થઈ એમ કેમ ? સાધકે હસતાં કહ્યું, 'તમે ગાળો દીધી પણ મેં નથી લીધી. જો | એ ગાળો હું સ્વીકાર કરત તો હું નારાજ થાત. વ્યવહારમાં પરિવર્તન થવાનું કારણ ?
હવે આપણે જોઈએ. જગતમાં જેટલા મહાપુરુષો થયા છે. જેટલા મોટા મોટા માણસો થયા છે તેમનું આચરણ સામાન્ય માણસ કરતાં કંઈક જુદુ દેખાય છે. એનું કારણ છે કે- જે માણસમાં થોડા પ્રમાણમાં પણ જ્ઞાન જાગે, જ્ઞાનનું એક કિરણ ઊગે તેનું આખુંય આચરણ બદલાઈ જાય છે. આપણને લાગે કે એ મોટો માણસ છે. એની નિંદા કરવા છતાંય એણે | સારો વ્યવહાર કર્યો. એને કષ્ટ આપ્યું તો પણ તેણે સારો વ્યવહાર કર્યો. | આપણને તો આ બહુ મોટી વાત લાગે પણ આમ બનતું હોય છે. જ્યારે અજ્ઞાન મટી જાય, જ્ઞાનનો દીવો પ્રગટી ઊઠે ત્યારે માણસ બદલાઈ જાય
| મહત્ત્વપૂર્ણ સૂત્ર :
જ્ઞાનનું મહત્ત્વનું સૂત્ર છે- ઇચ્છા પરિવર્તન, અનિચ્છા જાગવી તે. અનુરાગવાળી ઇચ્છા ન થવી તે. તો એક પ્રશ્ન થઈ શકે કે- આપણે કર્મો કર્યા છે. એ કર્મોનું ફળ મળે છે. અને ઘણા બધા પદાર્થો અને સામગ્રી | મળે છે. આ સ્થિતિમાં જ્ઞાની શું કરે ? આચાર્યે કહ્યું- અજ્ઞાની માણસ | વર્તમાનમાં એ સામગ્રી ભોગવશે અને પદાર્થ તરફ અનુરાગ કરશે અને | ભવિષ્ય માટે ઇચ્છા કરશે કે- આજ મને ઘણું સુખ મળ્યું છે. આવતીકાલે પણ આવું જ સુખ મળવું જોઈએ. આમ ભવિષ્ય માટેની આકાંક્ષા અને વર્તમાન પ્રત્યે અનુરાગ કરશે. જ્યારે જે માણસ શાની છે તે વર્તમાનમાં મળતા પદાર્થને કામમાં લેશે પણ એના તરફ અનુરાગ નહિ કરે. આ કામમાં લેવું” અને “અનુરાગ ન કરવો’ એમાં ઘણો સૂક્ષ્મ ભેદ છે. ન તો વર્તમાનમાં રાગ અને ન તો ભવિષ્ય માટેની આકાંક્ષા કરવી.
उप्पणोदय भोगे वियोगबुद्धिए तस्स सो णिच्वं ।। . कंखायणारादस्स य, उदयस्स ण कुब्ददे पाणी ।।
સમયસાર • 32
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org