________________
શું શું ખાવું જોઈએ ? આવા બધા વિચાર એ ઉપવાસના દિવસે કરે છે. તે | માણસનું આ અજ્ઞાન છે. વિચિત્ર પ્રશ્ન :
ઇચ્છા અને અનિચ્છાને આધારે જ્ઞાની અને અજ્ઞાનીની એક વ્યાખ્યા | થઈ ગઈ. કોઈ કોઈ વખત વ્યાખ્યાઓ પણ નિશ્ચિત હોય છે.
એક ડોકટરે જમણવાર ગોઠવ્યું. મોટા મોટા અનેક નાગરિકોને એ જમણવારમાં નિમંત્ર્યા હતા. દરેકની પ્લેટમાં ભોજન પિરસાઈ ગયું. ડોક્ટરે કહ્યું, હવે આપણે ભોજન શરૂ કરીએ. મારે આપ સૌને એક પ્રશ્ન પૂછવો છે. આપ માણસની જેમ ભોજન કરશો કે પશુની જે ખાશો ? બધાઓએ | કહ્યું, ડોકટર સાહેબ, આપનો પ્રશ્ન ઘણો વિચિત્ર છે. અમે માણસ છીએ, માણસની જેમ ખાઈશું. પશુની જેમ કઈ રીતે ખાઈએ ? આપના આ પ્રશ્નનો તાત્પર્ધાર્થ શો છે ? ડોકટર સાહેબે પોતાની વાત સ્પષ્ટ કરતાં કહ્યું કે- માણસ ભોજન કરવા બેસે અને સારી વાનગી સામે થાળીમાં હોય તો તે ખાતો જ જાય છે. પશુ પણ ખાય છે પણ તે જેટલી ભૂખ હોય તેટલું જ ખાય છે. હવે આમ વિચારો કે ભોજન પશુની જેમ કરશો કે માણસની જેમ ?
માણસની જેમ ખાવું એ અજ્ઞાનીનું ભોજન છે અને પશુની જે ખાવું એ જ્ઞાનીનું ભોજન છે. આ વાત ઊલટી લાગે. પશુ (રસોઈ) બનાવતું નથી પણ તે પશુની જેમ ખાય છે. પશુની આ સારી વાત કેમ ન લેવી ? સારી વાત ગમે ત્યાંથી મળે તે સ્વીકારી લેવી જોઈએ. જ્ઞાનીનો વ્યવહાર (આચરણ) :
જ્ઞાનીનું આચરણ સાવ જુદું હોય છે, અજ્ઞાનીનું આચરણ (તેનાથી) સાવ જુદું હોય છે. જ્યારે જ્ઞાન બુદ્ધિ જાગે છે ત્યારે પદાર્થ બુદ્ધિ, અહંકાર અને મમતની બુદ્ધિ ઓછી થતી જાય છે. જીવનનો આખો વ્યવહાર બદલાઈ જાય છે.
એક સાધક પાસે એક માણસ આવ્યો અને ગાળો દેવા લાગ્યો. એણે ઘણી ગાળો દીધી. સામાન્યપણે તો એમ બને કે- ઈટનો જવાબ પથ્થરથી અપાય. સામાન્ય માણસ ગાળ સામે ગાળનો પ્રયોગ કરે. લાકડી કે પથરાનો પ્રયોગ પણ કરી લે, પણ એક જ્ઞાનીનું આચરણ એનાથી જુદું હોય. પેલા સાધકને ગાળો સાંભળીને પણ દુઃખ ન થયું. એ પ્રસન્ન હતો. પોતાની મસ્તીમાં મગ્ન હતો. પેલા માણસને થયું- આ કંઈ વિચિત્ર માણસ છે !
સમયસાર 35
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org