________________
ચાલો ત્યારે, આપણે અધ્યાત્મની ભાષા ઉકેલીએ. બે પ્રકારનાં કર્મ નાય છે- લુખ્યું અને ચિકણું કર્મ. બીજું એક છે અકર્મ. પ્રવૃત્તિ સાથે કર્મનું બંધન હોય છે. જો એ બંધન લુખ્ખા કર્મનું હોય તો એનો ઉદય તો થશે પણ એનો વિપાક (પરિણામ) ઊંડો નહિ હોય. જો પદાર્થ તરફ અનુરાગવાળી ઈચ્છા ન હોય તો કર્મનું બંધન હલકું હશે. એ એની મેળે ઉદયમાં આવીને ક્ષીણ થઈ જશે. જો દઢ રાગવાની ઈચ્છાવૃત્તિ હોય તો કર્મનું બંધને ગાઢ હશે, ચિકણું હશે અને એનું ગંભીર પરિણામ ભોગવવું પડશે. અનુરાગને લીધે કર્મ વિપાકમાં ઘણો ફેર પડી જાય છે. વર્તમાનમાં મળેલ પદાર્થ પ્રત્યે અનુરાગ ન હોવો તેમજ ભવિષ્ય માટેની આકાંક્ષા ન હોવી એ જ્ઞાનીનું લક્ષણ છે. અલેપ (અલિપ્તતા)
જ્ઞાનીનું એક લક્ષણ છે. અલેપ (લેપાવું નહિ તે). જ્ઞાનીને લેપ (આસફિત) હોતો નથી. જ્ઞાની અલેપ થઈ જાય છે. માટીનો લેપ થાય. કાદવનો લેપ થાય. ખંજનનો લેપ થાય. આ જ પણ અનેક પ્રકારના લેપ અને ચોપડવાના પદાર્થો પ્રચલિત છે જે ચોંટી જાય છે. જ્ઞાનીને લેપ ચોંટતો નથી (વળગતો નથી.) આચાર્ય કુન્દકુન્દ આ વાત બહુ સ્પષ્ટ કરી છે. એક જ્ઞાની માણસ કર્મોની વચ્ચે રહે છે પણ એ તેમનાથી ખરડાતો નથી. આચાર્ય કુકુન્દ ઘણું સુંદર ઉદાહરણ આપ્યું છે.
णाणी रागप्पजहो, सव्व दव्येसु कम्ममज्झगदो । णो लिप्पदि रजएण दु कदममझे जहा कणयं ।। अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो । लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं ।।
લોઢું અને સોનું બને કાદવમાં પડ્યો છે. બન્નેનો સ્વભાવ જુદો છે. કાદવમાં પડેલા સોનાને કાટ નહિ લાગે. એ બિલકુલ સાફ રહેશે. પણ લોઢા પર કાટ ચઢી જશે. જેમ સોના અને લોઢાનો સ્વભાવ ભિન્ન છે, તેમ જ્ઞાની અને અજ્ઞાનીનો સ્વભાવ જુદો જુદો હોય છે. અજ્ઞાની માણસ કર્મની વચ્ચે રહે તો તે એમાં ખરડાઈ જાય છે. જ્ઞાની માણસ એ જ ઘટનામાં રહેવા છતાં તેમાં ખરડાતો નથી. ઘટના એક જ છે, પણ એક એમાં ખરડાઈ જાય છે અને બીજો અલિપ્ત જ રહે છે. યુદ્ધનું મૂળ કારણ ? રાજર્ષિ પ્રસન્નચંદ્ર ધ્યાનની મુદ્રામાં ઊભા હતા. ત્યાં એક અવાજ
| સમયસાર ... 83 |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org