________________
વ્યાધિ છે, પીડા છે, રોગ છે. એનો ઉપચાર કરવાનો છે. આમ એક સાધક કે જ્ઞાની માણસનો ભોજન પ્રત્યેનો દષ્ટિકોણ માત્ર ચિકિત્સાત્મક હશે. જ્યારે એક સામાન્ય માણસ કે અજ્ઞાની માણસનો ભોજન તરફનો દષ્ટિકોણ રચનાત્મક હોય છે. એ વિચારે છે- ભોજન કેટલું સ્વાદિષ્ટ છે, કેટલું મીઠું છે ! આમ વાત એક જ હોય છે પણ દષ્ટિકોણ બે થઈ જાય છે. એક જ્ઞાની પણ ભોજન કરે છે અને અજ્ઞાની પણ ભોજન કરે છે, છતાં ભોજન તરફનો એમનો જે દષ્ટિકોણ હોય છે તે બિલકુલ ભિન્ન હોય છે. એક માણસનો દષ્ટિકોણ સ્વાદનો, પોષણનો, શરીરને પુષ્ટ કરવાનો હોય છે, જ્યારે બીજાનો દષ્ટિકોણ માત્ર ચિકિત્સા કરવાનો જ હોય છે. ઉપચાર-બુદ્ધિ
છેદસૂત્રોમાં. મુનિ માટે વિધાન કરાયું છે કે- શોભા વધારવા સારુ, શરીરનું સૌન્દર્ય વધારવા સારુ ભોજન ન કરવું જોઈએ. તો પછી પ્રશ્ન થયો કે- મુનિ શા માટે ભોજન કરે ? ભોજનનો ઉદ્દેશ્ય શો હોવો જોઈએ? | આ પ્રશ્નના ઉત્તરમાં કહેવાયું કે- માત્ર શરીર ટકાવવા માટે. શરીરનો નિર્વાહ થાય તે માટે. સંયમપૂર્ણ જીવનના નિર્વિઘ્ન પાલન માટે અને વેદના શાંત કરવા માટે. મુનિએ ભોજન દષ્ટિકોણનું આવું પરિવર્તન જ્ઞાનની પ્રતિષ્ઠા (સ્થિરતા)થી જ સંભવિત બને.
પરિવર્તનનો પહેલો નિયમ છે- ઉપચારબુદ્ધિ. માણસમાં જ્યારે જ્ઞાન જાગે છે અને માણસ જ્ઞાની થાય છે ત્યારે તેનામાં જે બુદ્ધિ જાગે છે તે ઉપચારબુદ્ધિ હોય છે. જ્ઞાની માણસ મકાનમાં રહે પણ એના વિચારની દિશા હશે જીવનમાં આવનારી તકલીફો ઓછી કરવાની, સાધનાનો માર્ગ નિર્વિઘ્ન બનાવવાની. શરીરમાં રોગ પેદા થતાં તે દવા પણ લે, પણ તેનો ઉદેશ્ય હોય છે- સાધના માટે શરીરને સ્વસ્થ રાખવું. તફાવત છે માત્ર દષ્ટિકોણનો :
આચારાંગ સૂત્રનું એક મહત્ત્વનું સૂત્ર છે- અણણ હા ણે પાસહ પરિહરેજ્જા જે પશ્યક છે, દષ્ટા છે, જ્ઞાની છે તે ભોગ ભોગવે, ખાવું-પીવું સૂવું વગેરે તમામ વ્યવહારો જીવનમાં કરતો હોય, પણ એ બધા તરફ એનો દષ્ટિકોણ કંઈ જુદા પ્રકારનો હોય છે. એક સામાન્ય માણસ કે અજ્ઞાની માણસ જે પ્રમાણે વર્તે છે તેથી જુદી જ રીતે અન્યથા જ્ઞાની માણસ વર્તે છે. આચારાંગ સૂત્રના આ સુભાષિતમાંથી નિષ્પન્ન થાય છે તે જ વાત આચાર્ય કુન્દકુન્દના આ દષ્ટિકોણથી પુરવાર થાય છે. આ અન્યથાનો
સમયસાર ૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org