________________
સજેટ પર એનું ધ્યાન નથી. માણસનો બધોય બોધ પદાર્થ સાથે સંકળાયેલો છે. આપણી બધી ઓળખાણ પણ પદાર્થ દ્વારા થતી હોય છે. આ માણસ ધનવાન છે એમ કહેવાય છે. એટલે કે ધન સાથે ઓળખાણ જોડાઈ ગઈ. અમુક માણસ સરકારી અધિકારી છે, પ્રોફેસર છે, વકીલ છે, વિદ્વાન છે એમ કહેવાય છે. આ બધા પરિચયો પદાર્થ સાથે જોડાયેલા છે. આ જગતમાં આપણે પદાર્થ દ્વારા ઓળખાઈએ છીએ. આપણી પોતાની કોઈ ઓળખાણ નથી. આ માણસ કેવો છે? એનો કોઈ બોધ નથી હોતો. જો કે માણસનું મૂલ્ય બધા કરતાં ચઢિયાતું છે. ચૈતન્યનું મૂલ્ય સર્વોપરિ છે, પણ એના દ્વારા આપણી કોઈ ઓળખાણ થતી નથી. આપણી ઓળખાણનું માધ્યમ પદાર્થ છે અને એ જ આપણી પોતાની ઓળખાણમાં મોટું વિઘ્ન
જ્ઞાન અને જીવનવ્યવહાર :
આપણી સામે એ પ્રશ્ન ઉદ્ભવે છે કે- જો જ્ઞાન એટલું શુદ્ધ થઈ જાય અને જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થઈ જાય તો જીવનવ્યવહાર કઈ રીતે ચાલે ? જો રાગ ન રહે, આકર્ષણ ન રહે તો જીવનનો વ્યવહાર કઈ રીતે સંભવિત બને ? જ્ઞાની આદમી શું ખાવાનું નહિ ખાય ? શું જ્ઞાની આદમી માંદો પડશે ત્યારે ઔષધોપચાર નહિ કરાવે ? દવા નહિ ખાય ? શું જ્ઞાની આદમી મકાનમાં નહિ રહે ? જો એને પદાર્થ સાથે સંબંધ ન હોય, તેનું આકણ ન હોય અને એ માત્ર જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત હોય તો તો એના જીવનના બધા વ્યવહાર પૂરા નહિ થઈ જાય ? - આચાર્યે આ પ્રશ્નનું સમાધાન કરતાં કહ્યું કે- જ્ઞાની જ્ઞાનમાં પ્રતિષ્ઠિત હોય તો પણ એના જીવનવ્યવહાર પૂરા નહિ થઈ જાય. જ્ઞાની માણસ ખાશે પણ ખરો, પાણી પણ પીશે અને માંદો પડતાં દવા પણ લેશે.
આચાર્ય કુન્દકુન્દ આ સત્યને બહુ સ્પષ્ટપણે સમજાવ્યું કે- જ્ઞાની હોવાનો અર્થ પદાર્થ તજવા એવો નથી, જ્ઞાની માણસ પદાર્થનો ઉપભોગ કરશે પણ એનો દષ્ટિકોણ બદલાઈ જશે. ઘટના એક જ, દષ્ટિકોણ બે :
જ્ઞાનીને ભૂખ લાગશે ત્યારે તે ભોજન તો કરશે, પણ એના તરફ એની સમજણ માત્ર ઔપચારિક હશે. એ એમ વિચારશે કે ભૂખ એક રોગ છે. એનો ઉપચાર કરવામાં ભોજન કરવાનું છે. સંસ્કૃતમાં ભૂખનું નામ જઠરાગ્નિની પીડા (જઠરાગ્નિને લીધે થતી પીડા) એમ છે. ભૂખ એક
સમયસાર છે 28
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org