________________
ર. જ્ઞાન જીવનમાં નવા પ્રદેશો ઉઘાડે છે
જ્ઞાન અને ઘ્યાન આ બે શબ્દો બહુ પ્રચલિત છે. અઘ્યાત્મ શાસ્ત્ર અને સામાન્ય વ્યવહારમાં જ્ઞાનને ચંચળ (અસ્થિર) માનવામાં આવે છે. ઘ્યાન એટલે મનની એકાગ્રતા. સંસ્કૃતનું એક પ્રસિદ્ધ સુભાષિત છે. પતં વિત્ત જ્ઞાન, સ્થિર ચિત્ત ઘ્યાનમ્ ।(મન) જે ચંચલ છે તે જ્ઞાન છે. અને જે (મન) સ્થિર છે તે ઘ્યાન છે. જ્ઞાન અને ઘ્યાનમાં એક પ્રકારનું અંતર છે. આચાર્ય કુન્દકુન્દે અધ્યાત્મના વિષયમાં આ અંતરને ઓછું કરી નાખ્યું. એમની ભાષામાં જ્ઞાન અને ઘ્યાન બે (જુદાં) નથી. જે જ્ઞાન છે તે ધ્યાન છે. જે ઘ્યાન છે તે જ્ઞાન છે.
જ્ઞાની કોને કહેવાય ?
બધાંય શાસ્ત્રો અને ગ્રંથો વાંચી લેનાર જ્ઞાની હોતો નથી. કોઈ માણસ બધાંય શાસ્ત્રોનો શાતા હોય, પણ જો તે રાગી (આસિતવાળો) હોય તો તે જ્ઞાની નથી. જ્ઞાની તો તે કહેવાય, જે આત્માને જાણતો હોય. રાગરહિત માણસ જ આત્માને જાણી શકે છે.
परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स । ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि ।।
અધ્યાત્મમાં જ્ઞાની અને અજ્ઞાનીની વ્યાખ્યા બદલાઈ જાય છે. લૌકિક ભાષામાં જે ભણ્યો-ગણ્યો હોય તે શાની ગણાય છે. જે અભણ છે તે અજ્ઞાની છે. અઘ્યાત્મની દૃષ્ટિએ જ્ઞાની તેને કહેવાય જે રાગરહિત હોય, વિરાગી હોય અને અજ્ઞાની તે કહેવાય જે રાગમાં ખરડાયેલો હોય.
જ્ઞાનને મોક્ષનું એક કારણ માન્યું છે. કેટલાંક દર્શનો ક્રિયાવાદી છે, કર્મકાંડવાદી છે, અને કેટલાંક દર્શનો જ્ઞાનવાદી છે. જ્ઞાનવાદી દર્શન કહે છે કે જ્ઞાન જ મોક્ષનું સાધન છે. જ્ઞાન હોવું આવશ્યક છે. કર્મનું કંઈ મૂલ્ય નથી. જ્ઞાન મુખ્ય છે. કર્મ મુખ્ય નથી. આચાર્ય કુન્દકુન્દે કર્મનો અસ્વીકાર ન કર્યો, પણ જ્ઞાનને એમણે ઘણી પ્રધાનતા આપી.
ઓળખાણનું સાધન
આજે તો જ્ઞાન પદાર્થમાં આવીને અટક્યું છે. એ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત નથી. બે પ્રસિદ્ધ શબ્દો છે : આફૂટ (પદાર્થ) અને સબ્જેક્ટ (આત્મા). માણસનું ધ્યાન ઓબ્જેક્ટ ૫૨, પદાર્થ કર્મ કે વિષય પર અટકી ગયેલું છે.
Jain Educationa International
સમયસાર • 27
For Personal and Private Use Only
www.jainelibrary.org