________________
ગયા. જો, હવે એના મનમાં પોતાની સ્ત્રી પ્રત્યે રાગ જાગી ઊઠે તો એણે શું કરવું જોઈએ ? એનો પહેલો નિયમ છે- ભેદવિજ્ઞાન. રાગ ઉત્પન્ન થાય
ત્યારે મુનિએ વિચારવું કે- એ મારી નથી અને હું તેનો નથી. આ વિચારનો | અભ્યાસ કરવાથી તેને સ્ત્રી પ્રત્યે જે રાગ (આસકિત) છે તે અટકી જશે. જો આ સંકલ્પ માત્ર શબ્દ બોલવા પૂરતો જ મર્યાદિત રહ્યો અને અનુભવમાં ન પરિણમ્યો તો વિપરીત પરિણામ પણ આવી શકે. એક મુનિએ આવો જ પ્રયત્ન કર્યો હતો. એણે બોલવું જોઈતું હતું કે હું તેનો નથી અને તે મારી નથી. પણ આસક્િતવશ એ બોલતો ગયો- એ મારી છે, અને હું તેનો છું. આ જ અધ્યાત્મ છે
લુખ્ખા શબ્દોમાં માણસ ફસાઈ જાય છે. જો એવી અનુભૂતિ જાગી છે જાય કે તે મારી નથી. અને હું તેનો નથી, તો રાગાત્મક ચેતનામાં પરિવર્તન થઈ શકે. ભેદવિજ્ઞાનનો આ નિયમ ઘણો સફળ થઈ શકે છે. ભેદ-વિજ્ઞાનની આ ધારા (સાતત્ય) જો અવિચ્છિન્ન થઈ જાય, નિરંતર આવી આત્માનુભૂતિ જાગી જાય કે- આ શરીર મારું નથી અને હું એનો નથી. આ પદાર્થ મારો નથી, અને હું તેનો નથી. આ કામ મારું નથી, અને હું તેનો નથી. મકાન પડ્યું રહેશે અને માણસ જતો રહેશે. શરીર એ શરીર જ છે. શરીર પડ્યું રહેશે અને માણસ જતો રહેશે. આ સત્યનો અનુભવ કરવો એ જ ભેદવિજ્ઞાન છે. જ્યારે આ વિચારધારા અવિરત થઈ જશે, ત્યારે આપણું જ્ઞાન પદાર્થમાંથી છૂટીને જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત (સ્થિર) થઈ જશે. એવી સ્થિતિમાં જ્ઞાન માત્ર જ્ઞાન રહેશે. રાગની ચેતના નહિ રહે, કે દ્વેષની ચેતના પણ નહિ રહે. અને આ જ છે અધ્યાત્મ. અધ્યાત્મ શબ્દનો શાબ્દિક અર્થ છે- અંદર જવું. પણ તેનો તાત્પર્યાર્થ છે- માત્ર શુદ્ધ જ્ઞાન હોવું, પદાર્થ જ્ઞાન છૂટી જવું, કર્મની ચેતના અને કર્મફલની ચેતના છૂટી જવી.
अत्यन्तं भावयित्वा विरतमविरतं कर्मणस्तत्फलाच्च, प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसंचेतनायाः । पूर्ण कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसंचेतनां स्वां,
सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु ।। આચાર્ય કુન્દકુન્દનું પ્રતિપાદન : પહેલો નિષ્કર્ષ
સોક્રેટીસને મૃત્યુદંડ મળ્યો તે વખતે કહેવામાં આવ્યું કે 'તમે જો | સત્યનો પ્રચાર કરવો છોડી દો તો તમને માફ કરી દેવામાં આવશે.”
A
સમયસાર « 22
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org