________________
ચેતનાના ત્રણ પ્રકાર
આચાર્ય કુન્દકુન્દે અધ્યાત્મનું જે વિવરણ કર્યું છે તેનું મહત્ત્વનું સૂત્ર છે- ભેદવિજ્ઞાન. અઘ્યાત્મનું સૌથી મહત્ત્વનું સૂત્ર છે ભેદવિજ્ઞાન. આપણી ચેતના ત્રણ પ્રકારની હોય છે- જ્ઞાનચેતના, કર્મચેતના અને કર્મફલ ચેતના. કર્મની ચેતનાને આખી દુનિયા જાણે છે, કર્મફલની ચેતનાને જાણે છે, પણ જ્ઞાનની ચેતનાને જાણતી નથી. જેટલી આસવની ચેતના છે, રાગ અને દ્વેષની ચેતના છે તે બધી ય કર્મની ચેતના છે. રાગપૂર્ણ જીવન ન જીવતો હોય, દ્વેષપૂર્ણ જીવન ન જીવતો હોય એવો કોઈ માણસ છે ? કર્મની ચેતના :
આપણી સમગ્ર જીવનયાત્રા પ્રિય અને અપ્રિય એ બે સંવેદનોમાં ચાલે છે. કોઈ માણસ જમવા બેસે. જો ભોજન સારું બન્યું હોય તો કહેશે, 'કેટલું સારું ખાવાનું બન્યું છે ! સ્વાદિષ્ટ છે, મજા આવી ગઈ.' જો બરાબર ન થયું હોય તો કહેશે કેવી રસોઈ બનાવી છે ? કેટલી ખરાબ છે ! આવું ખાવાનું ન ખાધું હોત તો સારું થાત ! આમ ભોજન સાથે બે વાતો જોડાઈ- રાગની ચેતના, દ્વેષની ચેતના યાને કે કર્મની ચેતના. એને લીધે સંસ્કારનો બંધ (સંસ્કારનું સ્વરૂપ બંધાવું) થઈ ગયો. સારું મકાન જોઈ માણસ કહેશે, 'કૈટલું સરસ મકાન થયું છે !' એની પ્રશંસા કરતાં એ થાકશે નહિ. જો મકાન ન ગમ્યું તો કહેશે- 'કેટલું ખરાબ મકાન બાંધ્યું છે ! મકાન બનાવવાનું જાણતો જ નથી. આ મકાન બનાવનાર અણસમજુ છે’
માત્ર ભોજન કે મકાનની જ વાત નથી. દુનિયાના જેટલા પદાર્થો છે એમને માટે કાં તો રાગની વાત આવશે અને કાં તો દ્વેષની વાત આવશે. કોઈ માણસ કોઈનું સ્વાગત સારી રીતે કરે તો સ્વાગત પ્રાપ્ત કરનાર માણસ કહેશે,- કેટલો સજ્જન છે ! કેવો સરસ સત્કાર કર્યો ! જો સ્વાગત કે સંમાન સારું ન થયું હોય તો કેટલીય ટીકા થાય. દુનિયાનો આ બધો ય વ્યવહાર રાગ અને દ્વેષની ચેતનાના આધારે ચાલી રહ્યો છે. રાગ અને દ્વેષનો ભાવ દરેક પદાર્થ અને ઘટના સાથે સંકળાયેલો છે. આ બન્નેથી અલગ કર્મની ચેતના કરતાં આગળ (પર) જે વીતરાગની ચેતના છે તે શુદ્ધ ચેતના છે. એને સમજવી બહુ કઠણ છે. કદાચ થોડાક જ લોકો એવા છે જે ચેતનાને સમજતા હોય,
કર્મલની ચેતના
બીજી ચેતના છે કર્મફલની. દરેક માણસ ઇચ્છે છે કે સારું ખાવાનું
સમયસાર • 20
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org