________________
નથી. આપણો વિસ્વાસ કામ લાગે છે.
આપણા જીવન પર પ્રભાવ પાડનારાં ઘટકતત્ત્વો અનેક છે. એમાંનું એક કર્મ પણ છે. પરંતુ એ જ સર્વસ્વ નથી. કર્મ સિવાય બીજાં પણ મહત્ત્વનાં અનેક તત્ત્વો છે, જેનો આપણા પર પ્રભાવ પડે છે. જૈન દર્શનમાં જીવનનું પરિવર્તન થવામાં અનેક તત્ત્વોનું મહત્ત્વ સ્વીકાર્યું છે. દરેક ઘટના સાથે કાલનું પણ એક પોતાનું તત્ત્વ જોડાયેલું છે. અદષ્ટ (ભવિતવ્યતા)નું પણ પોતાનું આગવું મહત્ત્વ છે. પ્રકૃતિનું પણ પોતાનું મહત્ત્વ છે. સ્વભાવનું પણ પોતાનું મહત્ત્વ છે. પુરુષાર્થ (પુરષ પ્રયત્ન)નું પણ પોતીકું મૂલ્ય છે. છતાં કંઈક એવું થયું કે આ સર્વને એકદમ અસમતોલ બનાવી દેવાયાં. બધાંને પડદા પાછળ ધકેલી દેવાયાં અને કર્મને બધાંનો સર્વોપરિ નેતા બનાવી દેવાયો. આ એક મોટી ભૂલ થઈ ગઈ છે. આ કારણે જ કર્મવાદીનો સાવ કોરો અર્થ ભાગ્યવાદી એમ થઈ ગયો. પુરુષાર્થ તો કંઈ છે જ નહિ. બધુંય ભાગ્યને ભરોસે છે. ઘણી ટ્રક ગાડીઓ પર લખેલું હોય છે- રામ ભરોસે. જ્યારે જ્યારે હું આ વાક્ય જોઉં છું ત્યારે મનમાં થાય છે કે રામ ભરોસે કેમ લખ્યું ? મારે ભરોસે એવું કેમ ન લખ્યું? જો કોઈ માણસ દારૂ પીને ટ્રક ન ચલાવે તો ટ્રક સારી રીતે ચાલશે અને એને દારૂ પીને ચલાવશે તો રામ ભરોસોયે કામ નહિ લાગે અને પોતાનો ભરોસો પણ છેતરી જશે. ભરોસો તો સૌથી પહેલો પોતાની જાત પર કરવો જોઈએ. બીજાઓને આધારે પ્રગતિ કરવી એ ભયજનક છે
જે માણસ પોતાના ઉપર વિશ્ર્વાસ નથી કરતો તેને ભગવાનનો ભરોસો, ગુરુનો ભરોસો અને ધર્મનો ભરોસો કંઈ જ કામ લાગતો નથી. આ બધા ભરોસા પણ એવા માણસને જ કામ લાગે છે જે પોતાની જાત પર ભરોસો કરી જાણે છે.
આચાર્યશ્રી મુંબઈમાં ચાતુર્માસ કરી રહ્યા હતા. એક દિવસ તેમણે કહ્યું કે સમુદ્રાષ્ટક લખો. સમુદ્ર વિશે અષ્ટક (આઠ પઘો) લખો. મે સમુદ્રાષ્ટક લખ્યું. એની એક પંકિત આમ છે. અન્યાલમ્બનતો યદુર્ધ્વગમન તન્નાસ્તિ રિફત ભયાતુ બીજાઓને આધારે જે ઊર્ધ્વગમન (પ્રગતિ) થાય તે ભય વિનાનું હોતું નથી. બીજાનો આધાર લેવાની વાત બીજે નંબરે છે. પહેલા નંબરની વાત
સમયસાર ૦ 18
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org