________________
છે- પોતાનો આધાર લેવો. પોતાનો વિશ્વાસ કરવો, પોતાની કાર્યશક્તિ પર વિશ્વાસ કરવો, પોતાના ભાગ્યની લગામ પોતાના હાથમાં રાખવી. આવી સ્થિતિ તો ત્યારે જ હોય જ્યારે આપણે અઘ્યાત્મને સમજીએ, આત્માને સમજીએ. સંપક્ષએ અપ્પગમપ્પએણં'- આ સત્યને સમજીએ. 'આત્મા દ્વારા આત્માને જોઈએ' એ સૂત્ર સમજ્યા વિના આ સ્થિતિ ન સમજાય, અને તેથી જ ઘણી ગેરસમજ થાય છે. કોઈ કહે છે- મારા ભાઈએ મને ઘણો છેતર્યો. કોઈ કહે છે- મારી પત્નીએ મને છેતર્યો. કોણ જાણે કેટલીય વાર આપણે આવી વાતો સાંભળતા હોઈએ છીએ. માણસ બીજા ઉપર છેતરામણી કરવાનો આરોપ કરી પોતે બચી જવા માગે છે. પણ એને એવો વિચાર નથી આવતો કે સૌથી મોટી છેતરામણી તો મેં મારી જાતની કરી છે'. જે માણસ પોતાની જાતને છેતરતો નથી એને બીજો કોઈ છેતરી શકતો નથી. જે માણસ પોતાની જાતને જ છેતરે એને બીજાઓ કેમ ન છેતરે ?
નિશ્ચય પર ભાર શા માટે ?
આપણે મુદ્દા ઉપર આવીએ. મુદ્દા ઉપર આવવું એટલે આત્માને જાણવો, આત્માને જાણવો એનો અર્થ છે- બધા પ્રશ્નોને જાણવા. આત્માને જાણવો એટલે પોતાના ભાગ્યની લગામ પોતાના હાથમાં પકડી રાખવી. આત્માને જાણવો એટલે જગતની બધી છેતરામણીઓથી બચવું, ખોટાં છલ અને પ્રપંચોથી બચવું. આત્માને જાણવો એટલે પોતાની મિથ્યા વિચારસરણીને સુધારવી. આચાર્ય કુકુન્દે આત્માને જાણવાની વાત પર વધારે ભાર મૂકયો. પણ એનો અર્થ એ નથી કે એ વ્યવહારના સત્યથી અજાણ હતા. એ જાણતા હતા કે વ્યવહાર વિના કામ શી રીતે ચાલે ? એ જાણતા હતા કે માણસ વ્યવહારમાં જ જીવી હ્યો છે. એને વ્યવહાર સમજાવવાની જરૂર જ શી છે ? એ જેને જીવી રહ્યો નથી એ તરફ એને લઈ જવાની જરૂર છે. તેથી જ કુન્દકુન્દે કહ્યું કે તમે નિશ્ચય પર આવો, આત્માને જુઓ, આત્માને સમજો અને આત્મા સાથે સંવાદ (વાતચીત) કરો. જ્યારે તમે આત્મા સાથે સંવાદ કરવા લાગશો ત્યારે મૌન એની મેળે થઈ જશે. જ્યાં સુધી આપણે આત્મા સાથે સંવાદ કરવાનું જાણતા નથી ત્યાં સુધી મૌન બરાબર થતું નથી. જ્યાં સુધી આપણને પોતાને જોવાનું આવડ્યું નથી ત્યાં સુધી ધ્યાન બરાબર લાગતું નથી. પોતાને જોવું, પોતાની સાથે સંવાદ કરવો અને પોતાને કામમાં લેવું. એનો અર્થ છે નિશ્ચયમાં જીવવું.
Jain Educationa International
સમયસાર
19
For Personal and Private Use Only
www.jainelibrary.org