________________
હજારો હજારો વર્ષ, લાખો વર્ષ વીતી ગયાં અને કહેવાય છે કે કર્મના આધાતો સહેતાં સહેતાં, એની સાથે સંઘર્ષ કરતાં કરતાં અનંત કાળ વીતી ગયો. આટલો લાંબો સમય વીતી જવા છતાં અસ્તિત્વનો દીવો ઓલવાયો નથી. શાથી આ અસ્તિત્વનો દીપ ઓલવાયો નહિ ? અસ્તિત્વનો આ દીપ કંપ્યા વિનાનો (સ્થિર) શી રીતે રહ્યો ? માટીનો દીવો તો થોડોક પવન આવે કે ઓલવાઈ જાય. પણ આ અસ્તિત્વનો દીપ કેમ ન બૂઝાયો ?
એનું કારણ છે પારિણામિક ભાવ, એણે એવી છત્રછાયા બનાવી રાખી છે કે એમાં સુરક્ષિત રહેલું અસ્તિત્વ બધાં વિદ્ગોને સહી રહ્યું છે, તોફાનોને સહી રહ્યું છે, પવનના ઝપાટાઓને સહી રહ્યું છે. એ પોતાના | અસ્તિત્વની સુરક્ષા અને અભિવ્યક્િત કરવામાં સમર્થ થયેલું છે. એને કોઈ બુઝાવી શકે નહિ. જે લોકો પારિણામિક ભાવને સમજ્યા છે તેઓ પોતાના અસ્તિત્વને સમજી શકયા છે. જેઓ પરિણામિક ભાવને જાણતા નથી તે પોતાના અસ્તિત્વને પણ જાણતા નથી. ભમભરી વિચારસરણી :
કર્મોને લીધે સુધરે કે બગડે એવું આપણું અસ્તિત્વ નથી. આપણી ભ્રમપૂર્ણ વિચારસરણીને કારણે આપણે બધો ભાર કર્મ ઉપર નાખી દઈએ છીએ. ઈશ્વરવાદી દર્શનોએ જે મૂલ્ય ઈશ્વરનું આં, તેવું જ મૂલ્ય જૈન દર્શને કર્મનું આંક્યું. ફેર માત્ર એટલો જ પડ્યો કે આપણે ઈશ્વરવાદના
સ્થાને કર્મવાદને બેસાડી દીધો. માત્ર વ્યક્િત જ બદલાઈ, બાકી કંઈ ન | બદલાયું. આજ સુધી જે પ્રમુખ હતો એને દૂર કર્યો અને એને સ્થાને નવો પ્રમુખ લાવીને બેસાડ્યો. એક નવા મુખ્ય મંત્રીને ચૂંટી કાઢયા અને મુખ્ય પ્રધાનના આસન પર બેસાડી દીધા. એથી તો ફક્ત વ્યક્િત બદલાઈ પણ બીજો કશો ફેર પડ્યો નહિ.
આત્મ કર્તુત્વવાદ એ જૈન દર્શનનો એક મહાન સિદ્ધાંત છે. જૈનદર્શને એને જેટલો વિકસાવ્યો છે એટલો, કદાચ, બીજા કોઈ દર્શને વિકસાવ્યો નથી. અનેક દર્શનોએ કર્મનું ઘણું વધારે મૂલ્ય આંકડ્યું છે. જૈનદર્શનને | માનનારાઓ પણ આ પ્રવાહમાંથી પોતાને બચાવી શકયા નથી. અમે કંઈ | કર્મનો એકદમ અસ્વીકાર કરતા નથી. એનું જેટલું યથાર્થ) મૂલ્ય હોય તેટલું એને આપી શકાય પણ એને જ સર્વેસર્વા ન માની શકાય. આપણા | જીવનના બનાવોમાં કર્મનું સ્થાન વીસ-પચીસ ટકા હોઈ શકે. પણ એ બનાવોનું સોએ સો ટકા કારણ કર્મને જ માની લેવાય એ ઉચિત લાગતું
સમયસાર o 17
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org