________________
જ જુએ છે, માત્ર બહારના દેખાવનું જ દર્શન કરે છે, અને એને આધારે જ નિર્ણય કરે છે. બહિર્દર્શન એ તો મિથ્યાદષ્ટિ છે. એનું પરિણામ હોય છે લડાઈ અને ઝગડો, કજિયો અને ખેંચતાણ, લૂંટ-પડાવી લેવું, હત્યા અને ભય. સમાજ જ્યાં સુધી આત્મદર્શન કરનાર નહિ થાય. અંદર જોનાર નહિ થાય, અંદર જઈને નહિ જુએ ત્યાં સુધી હિંસાની આ સમસ્યાઓને કદીય રોકી શકાશે નહિ. એ બધાં હિંસાનાં સ્વાભાવિક પરિણામો છે. અંતર્દર્શન એ હિંસાને અટકાવવાનો ઉપાય છે અને હિંસાને વધારવાનો ઉપાય છે બાહ્ય દૃષ્ટિ.
નિશ્ચયનય : વ્યવહાર-નય :
આ બધાય પ્રશ્નોને અધ્યાત્મના ઉપદેશક આચાર્યોએ બે શબ્દોમાં સમાવી દીધી છે- બહારનું દર્શન અને અન્તર્દર્શન કે આત્મદર્શન. એમણે કહ્યું કે, જો તમારે પ્રશ્નોનું સમાધાન જોઈતું હોય તો અન્તર્દર્શનમાં આવો. પ્રશ્નો વધારવા ઇચ્છા હોય તો બહારના દર્શનમાં જાઓ. આત્મદર્શનની વાત દુર્બોધ છે. જો માણસ અંતર્દર્શન તરફ વળે તો જીવન-યાત્રાના પ્રશ્નો કઈ રીતે ઉકલે ? બેય તરફ ગૂંચવણભર્યો પ્રશ્ન છે. આ પ્રશ્નનું સમાધાન ભગવાન્ મહાવીરે નિશ્ચયનય અને વ્યવહારયનય એ શબ્દોમાં આપ્યું. આચાર્ય કુકુન્દે પણ નિશ્ચયનય અને વ્યવહારનયના આધારે આ પ્રશ્નનું સમાધાન આપ્યું. નિર્યુક્તિ સાહિત્યમાં એક ગાથા છે. આચાર્ય અમૃતચન્દ્ર સમયસારની ટીકામાં પણ એ ટાંકી છે
जइ जिणमयं पवज्जह, मा ववहारणिच्छयं मुयह । ववहारस्स उच्छेये, तित्थुच्छेवो हवई वस्सं ।।
જો તમે વીતરાગનો માર્ગ સ્વીકારવા ઇચ્છતા હો, જિનમાર્ગ સ્વીકારવા ઇચ્છતા હો, અઘ્યાત્મનો માર્ગ સ્વીકારવા ઇચ્છતા હો તો નિશ્ચય અને વ્યવહાર એ બેમાંથી એકેય માર્ગ છોડશો નહિ. જો નિશ્ચય નહિ હોય તો સચ્ચાઈ જતી રહેશે. જો વ્યવહાર નહિ હોય તો તીર્થ જતું રહેશે. વ્યવહાર વિના તીર્થ, શાસન કે સંગઠન ન ચાલે. નિશ્ચય વિના સચ્ચાઈ ન મળે. સચ્ચાઈને જાણવા માટે નિશ્ચય બહુ જ જરૂરી છે. નિશ્ચય વિના વાસ્તવિકતા સુધી જવું, અઘ્યાત્મમાં જવું, મૂળ વસ્તુ સુધી પહોંચવું અને છેક અંદર સુધી જવું સંભવ નથી. વ્યવહાર ચલાવવા માટે તીર્થ અને શાસન માટે વ્યવહાર જરૂરી છે. માત્ર નિશ્ચયના આધારે કોઈ શાસન ન ચાલી શકે. એક્લો માણસ સત્યની શોધ કરી શકે પણ તે બીજાઓને સાથે રાખીને ન ચાલી
Jain Educationa International
સમયસાર
14
For Personal and Private Use Only
www.jainelibrary.org