________________
જે વ્યકિત આત્માને જાણતી નથી તે માત્ર પદાર્થમાં જ મગ્ન થઈ જાય છે. એ ફક્ત ભૌતિક જ હોય છે, બાહ્ય દષ્ટિ (સ્થૂલ દષ્ટિ) વાળી જ હોય છે. મૂળભૂત રોગ છે રાગ
જેના મનમાં થોડોક વિરાગ પેદા થયો હોય, જે આસક્િત (રાગ)ના જગતમાંથી છૂટીને વિરાગના જગતમાં જવા ઇચ્છતો હોય એવા મનુષ્ય માટે આચાર્ય કુન્દકુન્દ જે દષ્ટિકોણ (વિચારવાની રીત)બતાવ્યો છે તે ઘણો મૂલ્યવાન છે. એ દષ્ટિકોણ માત્ર તેના માટે જ નથી, પણ રાગ (આસક્તિ)ના જગતમાં જીવનારાઓ માટે પણ ઘણો જ મૂલ્યવાન છે. આજે તો આસતિની અધિકતાને લીધે અનેક માનસિક રોગોનો જન્મ થયો છે. આયુર્વેદમાં | આસફિતને અનેક માનસિક રોગોનું કારણ માનવામાં આવે છે. એનો અર્થ | એ છે કે માનસિક રોગની પાછળ કામ, ભય, ક્રોધ વગેરે વગેરે કારણો કામ કરતાં હોય છે. આ બધાંય રાગ (આસકિત)નાં જ સંતાનો છે. મૂળમાં રોગ તો એક જ છે. તે છે રાગ (આસફિત). રાગ હોય તો ષ. હોય. પ્રેમ (પ્રિયતા) હોય તો કોઈ માટે અપ્રિયતા પણ હોવી જરૂરી છે. અપ્રિય ન હોય તો કોઈના ઉપર પ્રિયતાનો ભાવ ન હોઈ શકે. રાગ હોય તો દ્વેષ પણ આવશે. રોગનું મૂળ છે રાગ. રાગમાં જ જીવનાર લોકો માટે અધ્યાત્મની વાત બહુ જ જરૂરી છે. અધ્યાત્મનું મહત્ત્વનું સૂત્ર : ભેદ-વિજ્ઞાન :
અધ્યાત્મની વ્યાખ્યામાં આચાર્ય મુકુન્દ જે સૂત્રો આપ્યાં છે તે ઘણાં મહત્ત્વનાં છે. એ બધામાં સૌથી પહેલું સૂત્ર છે- ભેદવિજ્ઞાન. આત્મા અને શરીર એક નથી. આત્મા જુદો છે અને શરીર જુદું છે. સામાન્યપણે વ્યકિત માને છે કે પદાર્થ અને હું- બે (ભિન્ન) નથી. શરીર અને હું-(ભિન્ન) નથી. શરીર પ્રત્યે માણસની કેટલી બધી આસક્િત છે! આપણો સઘળો વ્યવહાર શરીરના આધારે ચાલે છે. કોઈ માણસ બીજા કોઈ માણસને જુએ તો સૌથી પહેલાં જોશે કે એનું કદ કેવું છે ? લાંબો છે કે ઠીંગણો? ગોરો છે કે કાળો ? પછી જોશે કે એની ચામડી કેવી છે ? આંખો કેવી છે ? હાથ કેવા છે? આ બધામાં એ ગૂંચવાઈ જશે. એ ફકત શરીરને જ જોશે. એ નહિ જુએ કે એનું મસ્તિષ્ક (ભજું કેવું છે? જો એ મસ્તિષ્કને જુએ તો એ અધ્યાત્મમાં ચાલ્યો જાય. અંદર ઊતરી જાય. મસ્તિષ્ક જોવા માટે | પણ અધ્યાત્મની નજર જોઈએ. એટલે જ ઘણા બધા લોકો રંગ અને રૂપને
સમયસાર ૦ 18
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org