________________
૧.
તમને પોતાને ઓળખો
પ્રેક્ષાધ્યાનનો પ્રયોગ આરંભાય ત્યારે પહેલો આ સ્વર ગૂંજે છે ઃ 'સંપિખએ અપ્પગમપ્પએણં'- પોતાના વડે (પોતે જ) પોતાને જુઓ. | આવી દૃષ્ટિ નિર્માણ ના કરીએ તો પ્રેક્ષાધ્યાનની કોઈ વાત સમજાય નહિ. પ્રેક્ષાધ્યાનનું એક સમ્યગ્ દર્શન છે, તે છે પોતે પોતાને જાણવો. પદાર્થોને જાણનાર ઘણા છે. દરેક મનુષ્ય પદાર્થને જાણે છે; પણ બહુ ઓછા માણસો પોતાને જાણનાર હોય છે. પોતાને ન ઓળખવો એટલે અનેક પ્રશ્નોને નોતરવા.
ભારતીય અઘ્યાત્મની પરંપરામાં એવા ઘણા આચાર્યો થઈ ગયા છે જેમણે અઘ્યાત્મની વાતને મહત્ત્વ આપ્યું હોય. 'અઘ્યાત્મ' એ એક મહત્ત્વનો શબ્દ છે. અધ્યાત્મ એટલે આત્માની અંદર પહોંચવું, બહારથી અંદર આવી જવું. બહાર રહેવું એ ભૌતિકતા છે અને અંદર આવવું એ અઘ્યાત્મ છે. બહાર અને અંદરમાં ઘણુંબધું અંતર છે.
મહત્ત્વનો પ્રશ્ન ઃ
એક ભિખારી ફરતો હતો. ફરતાં ફરતાં તે શહેરની બહાર પહોંચ્યો. શહેરની બહાર એક મઠ હતો. ભિખારીએ જોયું તો મઠની બહાર પીળા રંગની એક વસ્તુ ચમકતી હતી. એના મનમાં પીળા રંગનું અને ચમકનું એ બેય વાતોનું આકર્ષણ થયું. એને થયું. આ સોનું હોવું જોઈએ. જ્યાં સોનાની વાત આવે ત્યાં બધુંય આવી જાય. જગતમાં એનાથી મોટું કોઈ આકર્ષણ નથી. તે એ તરફ ગયો તો એને સોનાનો વાડકો મળ્યો. એને થયું. સોનાનો વાડકો કોઈ એમ જ ફેંકી દે એમ તો ન બને. સામાન્ય વસ્તુ ફેંકી દેવાય, પણ સોનું ય ફેંકી દેવાય એ વાત એને ન સમજાઈ. એ ગૂંચવાઈ ગયો. એણે એ વાડકો લીધો અને જોયું કે એ સોનાનો જ વાડકો હતો. ભિખારી આશ્ચર્યમાં પડી ગયો. એના મનમાં પ્રશ્ન થયો. શી વાત હશે ? સોનાનો જ હતો તો આ વાડકો ફેંકાયો કઈ રીતે ? અને જો ફેંક્યો જ છે તો એ સોનાનો કઈ રીતે હોય ? આકર્ષણનું કારણ :
રજવાડાઓ મા
સોનાનું આકર્ષણ ત્યાં સુધી જ હોય, જ્યાં સુધી આપણે બહાર જોતા હોઈએ. એક છે અંદરનું જગત અને એક છે બહારનું જગત. આંતરિક
Jain Educationa International
સમયસાર
11
For Personal and Private Use Only
www.jainelibrary.org