________________
જગતમાં બાહ્ય આકર્ષણો સમાપ્ત થઈ જાય છે (મટી જાય છે). બહારના જગતમાં આત્માભિમુખતાનું એવું કોઈ સાધન નથી જે બહારના આકર્ષણને મટાડી શકે. મોહ અને મૂચ્છને ઘટાડવાનો કોઈ ઉપાય બહારની દુનિયામાં નથી. એને ઘટાડવાનો માત્ર એક જ ઉપાય છે પોતાના આત્માની અંદર જતા રહેવું. જેઓ પોતાના આત્માની અંદર ગયા છે તેમનું બાહ્ય આકર્ષણ છૂટયું છે. અધ્યાત્મમાં મહત્ત્વનો શબ્દ છે સમ્યમ્ દષ્ટિ. સમ્ય દર્શનની પ્રાપ્તિ માટેનું સૂત્ર છે આત્માભિમુખી થવું તે. આત્માને જાણ્યા વિના અધ્યાત્મમાં પ્રવેશ કર્યા વિના કોઈ પણ મનુષ્ય સમ્યમ્ દષ્ટિ થઈ શકે નહિ. આત્માનું જ્ઞાન જ્યાં સુધી નહિ હોય ત્યાં સુધી મિથ્થા દષ્ટિકોણ રહેવાનો. સમ્યગદષ્ટિ કોણ
સમયસારમાં કહેવાયું છે કેअप्पाणमयाणतो, अणप्पयं चावि सो अयाणतो ।। कह होदि सम्मदिठ्ठि, जीवाजीवे अयाणतो ।।
જે કોઈ આત્માને ન જાણે, અનાત્માને ન જાણે તે સમ્યગદષ્ટિ કઈ | રીતે થઈ શકે ? "
દશ વૈકાલિક સૂત્રમાં પણ આવું જ એક પદ્ય મળે છેजो जीवे वि न याणाइ अजीवे वि न याणई । जीवाजीवे अयाणन्तो, कहंसो नाहिइ संजमं ।।
જે કોઈ જીવને ન જાણે, અજીવને ન જાણે, જીવ અને અજીવ એ બેયને ન જાણે તે સંયમને શી રીતે જાણી શકે ?
જીવ અને અજીવને ન જાણવો, આત્મા અને અનાત્માને ન જાણવો એ તો માત્ર બહિર્મુખી હોવું જ કહેવાય. બહિર્મુખી હોવાનો અર્થ થાય માત્ર ભૌતિક જીવન જીવવું તે. (બહિર્મુખી હોવું એટલે માત્ર ભૌતિક જીવન જીવવું તે.) ભૌતિક અને આધ્યાત્મિક મનુષ્યની વ્યાખ્યા (ઓળખ)આમ છે. જે માણસ (બાહ્ય) પદાર્થમાં રચ્યોપચ્યો રહે છે એનો દષ્ટિકોણ ભૌતિક (બાહ્ય પદાર્થને જાણવા પૂરતો જ) હોય છે. અને જે વ્યક્િત આત્માનો અનુભવ કરતી જીવે છે એનો દષ્ટિકોણ (વિચારવાની, જોવાની રીત) આધ્યાત્મિક હોય છે. આધ્યાત્મિક વ્યક્િત (બાહ્ય) પદાર્થનો ઉપભોગ નથી કરતી એમ નથી. એ પદાર્થનો ઉપયોગ કરે છે, પણ તેમાં આસકત થતી નથી, એમાં ફસાયેલી રહેતી નથી. એની ચેતના (આંતરિક જાગૃતિ) પદાર્થ [ કરતાં ઘણી આગળ હોય છે.
સમયસાર o 12
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org