________________
जो जाणइ अरहंतं, दव्वत्त-गुणत्त-पज्जवत्तेहिं । सो जाणइ अप्पाणं, मोही खलु जाइ तस्स लयं ॥
(ાથી ૮૦) અર્થાત્ દ્રવ્ય-ગુણ-પર્યાયથી જે અરિહંતને જાણે છે તે આત્માને જાણે છે. નિશ્ચયથી તે આત્માનું સ્વરૂપ છે અને તેથી મિથ્યા મોહનો વિલય થાય છે.
અરિહં પદ દ્રવ્ય-ગુણ-પર્યાયને જણાવે છે.
અર્થાત્ આઠ કર્મ, દ્રવ્ય કર્મ, ભાવકર્મ, નોકર્મ, રાગ-દ્વેષ-કષાય-ઇન્દ્રિય, પરિષહઉપસર્ગને હણનારા અને તે એટલે સ્વરૂપમાં તપનારા તે અરિહંત. દ્રવ્ય વડે ઓળખાણ એટલે શું?
અરિહંતનું અને આપણું આત્મદ્રવ્ય બન્ને સમાન જ છે, બન્ને અસંખ્યાત પ્રદેશી, સત્તારૂપે એક જ છે. તેમણે વ્યક્તિ-વ્યક્ત રૂપે આત્માને નિર્મળ કરેલો છે. આપણે તેમના પગલે ચાલીએ અને વર્તીએ તો આપણો આત્મા તેમના જેવો જ થઇ શકે છે. ગુણ વડે ઓળખાણ એટલે શું?
અરિહંતના આત્મામાં પ્રત્યેક પ્રદેશે અનંત ગુણ રહેલા છે. આપણા આત્મામાં પણ રહેલા છે. તેમણે તે ગુણોનો વિકાસ કરી ગુણોની સાથે તન્મયતા પ્રાપ્ત કરી. આપણે વિભાવમાં રહ્યા થકી તે ગુણોની ઉપેક્ષા કરી છે. હવે તેમના પગલે ચાલીએ તો તેમના જેવા જ થઇ શકીએ. પર્યાય વડે ઓળખાણ એટલે શું?
અરિહંતનું જ્ઞાન હંમેશા ઉપયોગમય હોય છે. ઘટાદિ વસ્તુઓ જુદે જુદે રૂપે પરિણમે છે. ઉપયોગ પલટાય છે. જ્ઞાનાદિ ગુણો અવિચ્છિન્ન રહે છે. આપણો આત્મા પણ જુદા જુદા ઉપયોગે જુદા જુદા સ્વરૂપનું પરિણમન પામે છે. દા.ત., ઘટાત્મા, પટાત્મા વગેરે. પરંતુ આત્માના ગુણો જુદા પડતા નથી. જેથી પર્યાય અનિત્ય છતાં આત્મા નિત્ય છે અને અરિહંત જેવા થઇ શકાય છે.
ટૂંકમાં, જે આત્મા અરિહંત ભગવાનને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જાણે તથા ઓળખે છે તે પોતાનાં સ્વરૂપને જાણે છે અને નિશ્ચયથી તેના મોહકર્મનો નાશ થાય છે. ઉપરોક્ત ગાથાને પૂ.શ્રી હિંમતલાલભાઇ જે.શાહ કૃત ગૂર્જર પદ્યાનુવાદમાં ગાઇએ તો,
હરિગીત છંદમાં, જે જાણતો અરહંતને, દ્રવ્ય ગુણ ને પર્યાયથી, તે જાણતો નિજ આત્મને, તસુ મોહ પામે લય ખરે.
પ્રવચનસાર ગાથા ૮૦. 4 થી ૮ સુધીમાં યાત્રા પૂરી થઈ જાય છે.
અયથાર્થથી યથાર્થ સુધી લઇ જનાર અરિહંત પ્રભુને વંદના.
નમું નમું રે દેવ અરિહંતા, શિવરમણીકે કંતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org