________________
પૃથ્વીની ઉત્પત્તિ
પૃથ્વીનેા બનાવટી ગાળા જોઈ પ્રત્યક્ષ નિહાળેલાં નદી, પર્વત અને પ્રદેશેાના દેખાવને આધારે આખી પૃથ્વી અમુક રીતની હશે, એવે એક ખ્યાલ માત્ર મેળવીએ છીએ.
- પૃથ્વીના બહારતા ભાગ ત્રણ જાતના પડથી ઘેરાએલા છે. સૌથી બહાર હવામાનનું પડ છે, અને એની અંદરના ભાગમાં સમુદ્ર અને જમીનની સપાટીથી આખા ગાળેા બહુ થયેલા છે. હવામાનને ચેસ વિસ્તાર હજી માલમ પડયો નથી, પરંતુ ૫૦૦ માઈલ સુધી ઘણી જ પાતળી હવા હોય એમ લાગે છે. આગળ કહ્યું તેમ પૃથ્વીને ભાગ સમુદ્રથી ઘેરાએલા છે. જો પૃથ્વીનું જમીનનું પડ તદ્દન સમતલ થઈ જાય તે! આખી સપાટી પાણીની નીચે ૮,૦૦૮ પુટ ઊઁડી ડુખી જાય. સમુદ્રની વધુમાં વધુ ઉંડાઇ ૩૦,૦૦૦ ફુટની છે, જ્યારે જમીનના પડની સૌથી વધુ ઉંચાઇ ૨૯૦૦૦ ફૂટ છે. એટલે સમુદ્ર શુષ્ક અને તે પૃથ્વીના ઉંચામાં ઉંચી જગ્યાથી તદ્દન નીચા પ્રદેશનું ઉંડાણ ૬૦,૦૦૦ ફુટ થાય. સમુદ્રની નીચે પણ જમીનનું પડ છે અને લગભગ સેએક માઇલ નીચે સુધી જમીનનું પડ વિસ્તરતું હશે, એમ
મનાય છે.
પૃથ્વીના મુખ્ય ભાગ ભીતરના છે, પરંતુ એ વિષે શોધખેાળ કરવાનું ઘણું મુશીબતભર્યું છે. ભૌતિકશાસ્ત્રના આધારે ભવિષ્યમાં હજી એનું વધુ જ્ઞાન મળશે. અત્યારે તે અંદરનાં દ્રવ્યો અને તેની સ્થિતિ વિષે માત્ર અટકળેાજ કરવામાં આવે છે. અંદર થાડા ઉંડાણ પછી ગરમ લાવારૂપી પ્રવાહી આવી રહેલેા છે, એ વિષે કંò પણ શંકા નથી, પરંતુ ત્યાંથી ઘણા ઉંડાણમાં બધું પ્રવાહી છે, તે બન છે કે ગરમ વાયુરૂપ છે, એ પ્રશ્ન પ્રયાગથી સાખીત થઈ શકે એમ નથી. બહારના પડ કરતાં અંદરનું દ્રવ્ય વધુ ભારે છે અને અંદર ચુંબકત્વ વધુ હેાવાથી, ભીતરમાં મુખ્યત્વે લાખંડ હાય, એમ માનવાને કારણ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com