________________
જવાળામુખી અને ધરતીકંપથી થતા ફેરકારો
૬૩
પ્રવાહ ૬૦૦ ફુટ ઉંડી અને ૨૦૦ ફૂટ પહોળી ખાઈ પૂરી નાંખી હતી, અને ૧૨ થી ૧૫ માઈલના પહોળા અને ૧૦૦ ફૂટ ઉંડાઈ વાળા પટથી આસપાસના પ્રદેશને પૂરી દીધો હતો. સ્કાટાની ખીણને પુરી દેતા બે પ્રવાહ સામસામી દિશામાં વધ્યા હતા. અને અનુક્રમે ૪૫ ને ૫૦ માઈલ સુધી વિસ્તૃત થયા હતા. એ પટની સરેરાશ જાડાઈ ૧૦૦ ફુટની હતી. એ લાવારસનો જથ્થો મોન્ટ બ્લેન્ક પર્વતના કદથી વધુ હતો, એમ મનાય છે.
લાવાના માર્ગમાં આડી નદી આવે તે આપોઆપ એ એ નદીને માર્ગ બંધ કરી દે છે, એટલે નદીને એક સરોવરના રૂપમાં ફેરવી નાંખી શકે છે. આઇદાટ નામનું એવર્નમાં આવેલું સુંદર સરોવર આવી રીતે ઉત્પન્ન થયેલું છે. હિંદમાં દક્ષિણમાં આવેલું ૩૦૦ ફુટ ઊંડું લેનર સરોવર પણ જવાળામુખીને લીધે ઉત્પન્ન થયેલું છે. એમ મનાય છે કે એ સરોવરને ખાડે જવાળામુખીના એકાએક ફાટવાથી ઉત્પન્ન થયેલ છે. લાવાનો પ્રવાહ ખીણમાં આગળ વધે તો તેનું અસ્તિત્વ નાબુદ કરી દે છે. વળી લાવો એટલો ધન બની જાય છે કે એના ઉપર હવા અને વરસાદની અસર થતાં બહુ જ લાંબો કાળ લાગે છે. એટલે એ રીતે બનેલા જમીનના ફેરફાર પણ બહુ લાંબા કાળ સુધી ટકી રહે છે. જે ખાઈને ખોદાતાં હજારો વર્ષ લાગ્યા હોય છે તે ફક્ત બે કે ત્રણ કલાકમાં પૂરાઈ જાય છે. લાવા જ્યારે પાણીમાં પડે છે ત્યારે અંત્યત ઉષ્ણતા અને પાણીની ઠંડી વચ્ચે તુમુલ યુદ્ધ જાગે છે. એ વખતે લાવાની રાખ બની જાય છે, અને પાણી વરાળ બની બન્ને બાજુ ઉછળે છે. વળી જેમ ગરમ લેખંડનો સળીઓ પાણીમાં બળતા જે અવાજે થાય તેવો પણ વધુ ભયાનક અવાજ એ વખતે થાય છે. ૧૮૬૮ માં હવાઈ ટાપુના મોનાલેઆમાંથી નીકળેલો લાવા રસ સમુદ્રમાં પડયો હતો અને એ ટાપુને વિસ્તાર અર્થે માઈલ જેટલું વધારી દીધો હતો. એ વખતે પાણીમાં પ્રચંડ મોજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com