Book Title: Pruthvino Itihas
Author(s): Yashwant Gulabbhai Nayak
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 129
________________ પૃથ્વીને ઈતિહાસ અકસ્માતે પ્રચંડ ગતિથી દોડતાં એ પૃથ્વીની સાથે તે ન અથડાય, એવા ભયથી જ્યારે જ્યારે ધૂમકેતુ દેખાવમાં આવ્યો છે ત્યારે ત્યારે જનસમૂહમાં ઉલ્કાપાત મચતો રહ્યો છે, એટલું જ નહીં પરંતુ ઘણું દેશોમાં એ અમાંગલિક લેખાયો છે. ધૂમકેતુ દેખાય એ દરમ્યાન બનતા પૃથ્વીના ઘાતક બનાવાને માટે ધૂમકેતુ જ કારણભૂત મનાય છે. ધૂમકેતુની ઉત્પત્તિ કે બંધારણ વિષે તદ્દન ચોક્કસ નિર્ણય થયે નથી. કેટલાક માને છે કે ધૂમકેતુ ફક્ત ઉષ્ણ વાયુન જ બનેલો છે અને એ વાયુની ઘનતા એટલી ઓછી છે કે આખી પૃથ્વી એક વાર એમાંથી પસાર થઈ જાય તો પણ કંઈ ઘાતક પરિણામ ન નીપજે. કેટલાક એમ માને છે કે એને વાયુ એટલે ઉષ્ણ છે કે પૃથ્વીને સંગમમાં આવતાં ભયાનક ફેરફારો કરી શકવાને સમર્થ છે. છતાં એ પરિણામ કેવું આવે, એ ધૂમકેતુન વાયુનાં તત્ત્વ, ગતિ અને દિશા ઉપર આધાર રાખે છે કદાચ એને વાયુ પૃથ્વીના સમગ્ર ઑક્સીજનને રાસાયણિક સંગમાં વાપરી નાંખે અને પ્રાણીમાત્ર એફસીજન વિના તરફડીઆ મારતાં, ગૂંગળાતાં, થોડી જ ક્ષણમાં રીબાઈને પૃવીના પટ ઉપરથી એકદમ અદશ્ય થઈ જાય. અગર હવામાંથી શિથિલ વાયુઓ શેષાઈ જઈને ઑક્સિજનનું જલદ વાતાવરણ રહી જાય તે “જલ બહાર મીન” જેવી સ્થિતિ આખી સૃષ્ટિની બને અને થોડીક ક્ષણની ઉન્મત્ત અવસ્થાને ઉન્માદ ભોગવી, સર્વ સૃષ્ટિ ઑક્સીજનના અતિરેકનું મૃત્યુ પામે. ધૂમકેતુના વાયુમાં એવો ઝેરી વાયુ પણ હોય કે જે પૃથ્વી ઉપર પ્રસરતાં જીવનનો અંત લાવે. અથવા એવો પણ જલદ વાયુ હોય જે ઍફસીજન સાથે જવલિત થઈ આખી પૃથ્વીને સળગાવી મૂકે. કદાચ ધૂમકેતુના આકર્ષણથી સમુદ્રનાં મોજાં બહુ ઉચે ઉછળે અને વળી પાછાં જમીન ઉપર ઉતરતાં પૃથ્વી ઉપર પ્રલય લાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140