________________
પૃથ્વીનું ભવિષ્ય પ્રમાણે ઓછા વધતા કાળનું જીવન ગાળી મૃત્યુ પામે છે. જુદીજુદી જાતનાં પ્રાણીઓનાં આયુષ્યની ચાવી ઘડિયાળ માફક કેઈક કાળે ખલાસ થનારી જ છે. મનુષ્યના જીવનના ઘડિયાળની ચાવી પણ વધુમાં વધુ ૧૦૦ કે ૧૨૫ વર્ષ સુધી જ ચાલી શકે છે. પરંતુ એટલે પૂર્ણકાળ જીવન ગાળનારાં મનુષ્યો તે ગણ્યાગાંઠ્યાં જ હોય છે. વળી મનુષ્યનાં ઘાતક સાધનો પણ સંસ્કૃતિના ઉદયની સાથે વધતાં જાય છે. આવી જ રીતે પૃથ્વીને પણ વિશ્વમાં વિહરતાં અનેક અકસ્માત નડવાનો સંભવ છે, અને એ પૂર્ણ આયુષ્ય ભોગવી કુદરતી મૃત્યુ પામે તે પહેલાં જ એને વિનાશ થઈ જાય, એ તદ્દન બનવા જોગ છે. એક દિન એવો તો આવશે જ કે જ્યારે પૃથ્વી સમગ્ર અથવા એની સર્વ સંસ્કૃતિ અને સમૃદ્ધિ સદાને માટે એના પટ ઉપરથી અદશ્ય થઈ જશે. કાળ અનન્ત છે તેને સીમા નથી; પૃથ્વીના વયને છે, એટલે એ કાળના અક્ષય પડાને ભેદતાં કઈ દિન એને અંત જરૂર આવશે. જે અંત આવવાનો જ હોય તે કયો ભય વધુ ઝઝૂમે છે, એ સ્વાભાવિક પ્રશ્ન થાય છે. અકસ્માતે ઉત્પન્ન થયેલી પૃથ્વીને અકસ્માતે જ કાં અંત ન આવે ?
અવકાશમાં ગતિ કરતા સૂર્યની ફરતે અનેક ગ્રહ જુદે જુદે અંતરે ગેળ ફરતા રહે છે અને એક બીજાના માર્ગમાં આવતા નથી. પરંતુ કોઈક વાર ધૂમકેતુ અવકાશમાંથી સૂર્યના પ્રચંડ આકર્ષણબળથી પંચાઈ આવી, સૂર્યની ઘણું જ સમીપ આવી પ્રદક્ષિણા કરી જાય છે, અને બન્ને વાર દરેક ગ્રહની કક્ષાને છેદી ચાલ્યો જાય છે. આથી અનેક કાળથી ધૂમકેતુ તરફ મનુષ્ય આશંકાથી જોઈ રહ્યો છે. એના હૃદયમાં ધૂમકેતુને જોતાં ભયસંચાર થાય છે. અનન્ત અવકાશમાંથી અવિરત ગતિથી દોડી આવતે ધૂમકેતુ સૂર્યની સમીપ પહોંચતાં અત્યન્ત વેગવાળો થાય છે. એ ગતિથી જ એની વાયુમય પૂછડી અસ્તિત્વમાં આવે છે. કદાચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com