Book Title: Pruthvino Itihas
Author(s): Yashwant Gulabbhai Nayak
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 130
________________ પૃથ્વીનું ભવિષ્ય અથવા ધૂમકેતુ પૃથ્વીને પિતાના ઉપગ્રહ તરીકે પણ ખેંચી લઈ જાય અને અવકાશમાં ક્યાં ફેકી દે. એવું પણ બને કે ધૂમકેતુ ઘન હોય અને પૃથ્વીની સાથે સીધી અથડામણથી પૃથ્વીને ભાંગીને ભૂકે કરી નાખે. આટલી ભયંકરતા છતાં ધૂમકેતુના અકસ્માતનો સંભવ કેટલો છે. એ નીચેના દાખલાથી સમજાશે. ત્રણ કરોડ સફેદ લખોટામાં એક કાળો લખોટ હોય, અને એક માણસ જે એમાંથી એક લખોટા ઉપાડે તે એના હાથમાં કાળો લખોટો આવવાને એટલે સંભવ છે તેટલો જ ધૂમકેતુના અકસ્માતનો સંભવ છે. કેટલાક એમ પણ માને છે કે ધૂમકેતુની ગતિ એટલી ત્વરિત હોય છે કે રાસાયણિક કે ભૌતિક ફેરફાર થવાને જોઈ એ એટલો સમય પણ એને ન મળશે. હાલમાં તે એ ભય નથી, પરંતુ જ્યારે કોઈ પ્રચંડ ધૂમકેતુ નજરે પડશે ત્યારે જગતને માનવ સમુદાય ભય અને આશંકાથી એના ઉપર મીંટ માંડશે. અનલ એ એક બીજો ભય છે. અગ્નિ પાવન કરનાર, જીવાડનાર અને સંહાર કરનાર મનાય છે. એટલે ધાર્મિક માન્યતા પ્રમાણે જ્યારે સૃષ્ટિ ઉપર પાપને ભાર વધી જશે ત્યારે પૃથ્વીને પાવન કરવા ચારે તરફ અનલ ફરી વળશે. જગતના પંચમહાભૂતોમાં જીવનનું તત્ત્વ અગ્નિ છે. એના વિના જીવન અશક્ય છે. એટલે જીવનને પોષનાર જ જીવનને સમેટી લે, એમ પણ બને. “જે પિોષતું તે મારતું એ ક્રમ નક્કી છે કુદરતી” એ કલાપીની કડી એમાં સૂર પૂરે છે. પરંતુ એ અગ્નિ પ્રકટશે શેમાંથી અને કયાંથી ? પ્રથમ આપણું ધ્યાન સૂર્ય પ્રત્યે દેડે છે, કારણ કે પૃથ્વીના ભીતરમાં ભયંકર ગરમી હોવા છતાં સપાટી ઉપર મળતી ગરમી સૂર્ય તરફથી જ આવે છે. અત્યાર સુધી તો સૂર્યનાં તત્ત્વો એવી રીતે વર્તી રહ્યાં છે કે જેથી હમેશાં એકસરખી ગરમી નીકળતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140