________________
પૃથ્વીને ઈતિહાસ
છે કે વિશ્વ અને સૃષ્ટિ એને માટે સર્જાયાં છે. પ્રભાતના કે સંધ્યાના રંગે, રાત્રીએ ચંદ્રરશ્મીના ધવલ રંગે એપતી સૃષ્ટિ, મહાસાગર કે હિમાલય જેવા પર્વતની ભવ્યતા, એ સર્વ મનુષ્યના આનંદ કે ઉપભોગ માટે છે, એ માત્ર આત્મસંતોષ લેવા જ માનવું પડે છે. મનુષ્યનું પૃથ્વી ઉપર ઉત્પન્ન થવું એ માત્ર પરિસ્થિતિને જ અકસ્માત છે. અકસ્માતથી પૃથ્વી હાલ સૂર્યથી એટલા અંતરે આવેલી છે કે જેમાં જીવનને માફક આવે એવી સ્થિતિ પ્રવર્તી રહી છે. એ પરિસ્થિતિ કાળ જતાં બદલાવાની જ અને સૃષ્ટિનો કે પૃથ્વીનો વિનાશ મેડે વહેલે આવવાને જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com