________________
પૃથ્વીનું ભવિષ્ય
૧૦૯ માનવજાતનું અસ્તિત્વ તો નહીં જેવું જ ગણાય. સૂર્યની ઉમ્મરને હિમાલયની ઊંચાઈ સાથે સરખાવીએ તે મનુષ્યની ઉત્ક્રાન્તિનો સમય પાણીના વાસણમાં તેલનું એક ટીપું પાડીએ અને એનું જે પડ બંધાય એટલે ગણી શકાય. એવાં તેલનાં અનેક પડે બંધાતાં જાય . અને બીજે એ હિમાલય જેવડો જા સ્તર બંધાય ત્યારે જ હિમકાળા આવશે. એટલા કાળમાં મનુષ્યનાં યાંત્રિક બળો અને વૈજ્ઞાનિક સાધનો શું ન કરી શકશે ? આજે તે પૃથ્વીને એક છેડાથી બીજે બીનતારી સંદેશદ્વારા વાતચીત થઈ શકે છે. સમુદ્ર ઉપર વિજય મેળવ્યો છે. વિદ્યુત, પેટ્રોલ અને વરાળદ્વારા અનેક ગણી શક્તિ ઉત્પન્ન કરવાનું હસ્તગત કર્યું છે. સ્વયવિભાજી તત્ત્વોની સહાયતાથી પરમાણુનું રૂપાન્તર પણ કરી શક્યા છે. યાંત્રિક બળોથી બેટ (આપમેળે કાર્ય કરનાર ) માણસો, રોબોટ એરપ્લેન, રૅબોટ આગબોટ અને રીબેટ મોટરકારના ઘણું અખતરા સફળતાથી કર્યા છે. ટેલીવીઝન(બીનતારદષ્ટિ)માં પણ નાના પ્રમાણમાં સફળતા મેળવી છે. એટલે ઉત્ક્રાન્તિરૂપે આવતાં વિઘાતક બળોની સામે બાથ ભીડવા મનુષ્ય હામ રાખશે. પરંતુ અકસ્માત ? અકસ્માત સામે ઉપાય નથી. નાનાં વાહનોને માટે બ્રેક હોઈ શકે; ગુરુત્વાકર્ષણના બળની સામે એવી કઈ બ્રેક અસંભવિત લાગે છે.
કેઈ ધૂમકેતુ આવશે ? બીજા કોઈ સૂર્યની સાથે અથડામણ થશે? પૃથ્વીનાં પડો ફાટી જશે? સૂર્યની ઉષ્ણુતા વધી જશે ? સમુદ્ર શોષાઈ જશે? કઈ ગાંડો વૈજ્ઞાનિક અકસ્માતે એવી શક્તિ ઉત્પન્ન કરે કે પૃથ્વી છિન્નભિન્ન થઈ જશે? શું થશે ? કયે અકસ્માત પહેલે આવી પડશે? અકરમાતને તિથિ ન હોય. આવે ત્યાં ન પણ આવે.
ગમે તેમ છે પરંતુ પૃથ્વી ચિરંજીવ નથી જ અને મનુષ્યજાત પણ થોડા કાળને માટે જ લીલા કરવા અવતરી છે. મનુષ્ય માને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com