________________
પૃથ્વીનું ભવિષ્ય એ પિતાની ઉષ્ણતા અવકાશમાં રેડતો જાય છે અને તેથી દંડ પડતો જાય છે. સૂર્ય પ્રચંડ છે એટલે કદાચ એ લાંબે વખત ઉષ્ણ રહેશે. પૃથ્વી નાની હતી એટલે એની ઉષ્ણતા જલદી હરાઈ ગઈ અને ઉપરની સપાટી ઠંડી પડી ગઈ. સૂર્યની પણ કાઈ કાળે એ જ રિથતિ થવાની. જગતને જીવન અર્પનાર જાતે જ જીવનવિહોણે બનશે. સૃષ્ટિમાં અંધકાર વ્યાપશે. અવકાશની અપરિમિત ઠંડીથી સષ્ટિ સમજાઈ જશે. પાણીનું બરફ થશે હવા પ્રવાહી થઈ, પૃથ્વી ઉપર રેડાશે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવની હાલની ઠંડી એ ગરમી ગણાશે. પારે કંઈ નહીં તે શૂન્યથી બસો ડિગ્રી નીચે ઊતરી ગયો હશે. આખા જગતના પૃષ્ઠ ઉપર ધવલ હવાનાં વાદળો બંધાઈ ગયાં હશે. ત્યારપછી સૂર્યની સંગાથે મૃતઃપ્રાય સ્થિતિમાં પૃથ્વી ભ્રમણ કર્યા કરશે. કદાચ એ પછી કેઈ અકસ્માત નડે તે જ એ પિતાનું સ્વરૂપ બદલશે.
પૃથ્વીને વાયુ પણ કદાચ નાશ પામે. સેકન્ડની સાત માઈલની મુસાફરી કરતાં અને ૨૪ કલાકમાં ચન્દ્ર ગતિથી ફરતાં એના વાયુને છેડે ભાગ અવકાશમાં છૂટો પડતો જાય છે. એ ઉપરાંત કેટલાક વાયુ સૃષ્ટિના ઉપયોગમાં વપરાય છે. જેમ સમય જાય છે તેમ વાયુને જથ્થો ઘટતું જાય છે. એટલે અંતે એવો સમય આવશે કે જ્યારે પૃથ્વીનો સઘળો વાયુ તદન નાશ પામ્યો હશે. કદાચ એ નવીન સ્થિતિમાં જીવવાનું શક્ય થાય એવા મનુષ્યની ઉત્કાન્તિ થાય, પરંતુ હવામાન જતું રહે તે પૃથ્વીની સપાટી ઉપરના દિનરાતના ગરમીના ફેરફારે જીવનને અશકય કરી મૂકશે. દિવસે એટલી ગરમી પડે અને રાત્રે એટલી ઠંડી પડે કે જીવન તદન સંભવી જ ન શકે.
પંચમહાભૂતોથી રચાએલી સૃષ્ટિ જલ, વાયુ કે તેજ એ ત્રણના અભાવથી અથવા અતિરેકથી નાશ પામશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com