________________
પૃથ્વીનું ભવિષ્ય
* ૧૦૫
પૃથ્વીનું પડ પ્રમાણમાં કેટલું પાતળું છે, એ તે આગળ જોયું. એ ઠંડીને લીધે સંકેચાતું જાય છે, એટલે લાંબે વખત ચાલે તે કદાચ અંદરનું દબાણ ઘણું જ વધી જતાં અનેક સ્થળે એ પડ તૂટી જઈ, મહાન ગર્તાઓ પડે. એમાં સમુદ્રો સમાઈ જઈ વરાળ બને અને અંદરના લાવામાં પૃથ્વીના પડનાં ચેસલાંઓ ગળાઈ જાય. આખી પૃથ્વી ઉપર વરાળનાં વાદળો બંધાઈ જાય અને સમસ્ત સૃષ્ટિનો વિનાશ થઈ જાય. પરંતુ કેટલાક એમ માને છે કે આવા બનાવો બનવાના હતા તે સર્વ બની ચૂક્યા છે અને હવે પૃથ્વીનું પડ કાયમને માટે સ્થિર થયું છે.
સૂર્યની ગરમી ધારે કે નામની જ વધી તો હિમાલય કે આલ્પસ જેવા પહાડો ઉપર ઠરેલો બરફ પીગળી જાય, અને પૃથ્વીના કેટલાયે દેશો નદીના પટમાં ન સમાતાં અફાટ પૂરના પ્રલયમાં સૃષ્ટિ સમાઈ જાય.
જમીનની સપાટી ઘસાઈ હમેશાં નીચે આવ્યાં કરે છે, એટલે હાલમાં જે જમીનનાં પડે છે તે તે કાળક્રમે સમુદ્રમાં જ સમાવાનાં છે. એ દરમ્યાન ભીતરના ફેરફારથી જે કદાચ નવી જમીન ઉપર ન આવે તો સમુદ્ર આખી પૃથ્વી ઉપર ફરી વળશે. એવે વખતે માણસને પગ મૂકવા ધરતી ન મળશે અને જમીન ઉપર ઉત્ક્રાન્ત થયેલો મનુષ્ય ભાગ્યે જ લાંબા કાળ સુધી જીવી શકશે. છતાં જો સમુદ્રનું આક્રમણ ધીમે ધીમે થાય તો એની સામે લડીને જીવવાની મનુષ્ય આશા રાખી શકશે. પરંતુ ધરતીકંપ જેવા ભયાનક બનાવોને પરિણામે જે જમીનનાં પડ એકાએક નીચે ઉતરી ગયાં છે તે વખતે મનુષ્ય જાતને બનાવનાર કોઈનો આહ ન મળશે અને પ્રાણી માત્ર એ જલપ્રલયમાં અદશ્ય થઈ જશે. જલપ્રલયની કથાઓ અનેક દેશના ધર્મમાં મળી આવે છે. વળી સમુદ્રના આવા ફેરફારો થવાને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com