________________
પૃથ્વીને ઈતિહાસ રહે છે અને પૃથ્વીના પટ ઉપર જીવનને માફક આવે એટલી ગરમી નિરંતર મળી રહે છે. આમ છતાં વિશ્વના અનેક તારારૂપી સૂર્યો ઉપરથી તપાસતાં માલમ પડયું છે કે તારાની ઉત્ક્રાન્તિમાં ઘણી વાર એવો સમય આવે છે કે જ્યારે તારાની ગરમી એકાએક વધી જાય છે અને થોડા સમય અનહદ ઉષ્ણ બની અવકાશમાં ભયંકર ઉષ્ણતા રેડી દે છે. જેમ દીવો હેલાતી વખતે મોટે ભડકે કરી હલાય છે તેમ સૂર્ય રૂપી દીવો પણ એવા સંક્રાન્તિકાળમાં પહોંચી જશે કે જ્યારે તે એકાએક અત્યન્ત ઉષ્ણ બની સદાને માટે શાન્ત થઈ જશે. લગભગ દરેક તારા એ સ્થિતિમાં એક વેળા આવે જ છે. એટલે સૂર્ય જ્યારે એવી સ્થિતિએ પહોંચ્યો ત્યારે એટલી ગરમી રેડાશે કે પૃથ્વીમાં અગ્નિપ્રલય પ્રવર્તશે.
ઘણી વાર એક તારામાંથી બે તારા પણ થઈ જાય છે. એટલે આપણા સૂર્યને પણ બે વિભાગ થઈ જાય તે પૃથ્વી એ બે સૂર્યના આકર્ષણ વચ્ચે હિંદલ બની, છેવટે એકાદ સૂર્ય તરફ ચાઈ જઈ, તેમાં સમાઈ, ભમીભૂત થઈ જાય.
આખા ગ્રહ અને ઉપગ્રહના કુટુંબને લઈને અવકાશમાં વિહરતા સૂર્ય કદાચ કોઈ બીજા પ્રચંડ સૂર્ય સાથે અથડાય છે તેમાંથી ઉત્પન્ન થયેલી ગરમીમાં પૃથ્વી સ્વાહા થઈ જાય.
કદાચ કોઈ દિવસ પૃથ્વીનું ભીતર પણ છેતરે. દરેક ૭૦ ફુટ નીચે ઉતરતાં પારો એક ડિગ્રી ફેરનહાઈટ) ઊંચે ચઢે છે. ૮૦થી ૯૦ માઈલ નીચે તે ધગધગતા પ્રવાહી પ્રજવળી રહેલ છે. એ ઉકળતે લાવા ઘણી વાર જવાળામુખી દ્વારા બહાર આવી કેટલું નુકશાન કરે છે, એ આગળ જોયું છે. પરંતુ કેઈ કાળે જગતના સર્વ જવાળામુખીનાં મુખ એકસામટાં ફાટે અને એમાંથી નીકળેલો લાવા આખા જગતને વાત કરી દે તો નવાઈ નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com