________________
૧૦૬
પીનો ઈતિહાસ
સબળ કારણો મળે છે, એ આગળ આપણે જોયું છે. શું ભવિષ્યમાં કોઈ વાર ભૂકંપના કે એવા ફેરફારથી સમુદ્ર માઝા મૂકશે? પૃથ્વી જલમય થશે ? સૃષ્ટિ ડૂબી જશે ?
કદાચ એ પણ કાળ આવે છે જ્યારે સૃષ્ટિનો નાશ જળના અભાવને લઈને પણ થાય. પાણી જમીનમાં પરતું જાય છે. સમુદ્રના ભીતરમાં ધરતીકંપ અને જવાલામુખીથી ફાટી પડતાં એ ક્રમ જલદી ચાલે છે. એ પાણી અંદરના લાવા સાથે મળતાં કદાચ બીજા જ રૂપમાં રૂપાન્તર થઈ જતું હોય. જે આમ લાંબો વખત ધારે કે ચાલે તે સમુદ્ર સૂકાઈ જશે. વર્ષો અને વાદળા અદશ્ય થશે અને અંતે પૃથ્વી જલવિહોણ બનશે. આવું કદાચ આખા પૃથ્વીના પટ ઉપર એક સામટું ન પણ બને, છતાં સમુદ્રો સૂકાવાની શાખ પૂરતાં સહરા, ગેબી અને કચ્છનાં રણો આપણી નજરે પડે છે. જલપ્રલયમાં તે વહાણને આશરો લેવાની આશા રહે, પરંતુ જલશેષમાં તે જગતની ઝાડપાન અને પ્રાણી માત્રની સર્વ સમૃદ્ધિને નાશ પામે જ છૂટકે. ચંદ્રની સપાટી જેવી નિરવતા ભોગવતી સૃષ્ટિના સ્થૂળ અવશેષો જોનાર ત્યારે કંઈ ન રહેશે, અને તાજમહાલકે અજંટાની ગુફાઓ જેવી કૃતિઓનાં સૈદયને નીહાળી વખાણનાર કોઈ ન હશે.
જલપ્રત્યે અને જલશેષ બને શક્ય લાગે છે. બન્નેની જાણે શર્ત ન લાગી હોય ! કોણ જિતશે ?
આ સર્વ અકસ્માતમાંથી પૃથ્વી બચે તે યે એક નાશને સનાતન ભૂત તે ખડો જ છે. એના ભાગમાંથી પૃથ્વી કેાઈ કાળે બચી શકનાર નથી. કાળના પંજામાં સપડાએલી પૃથ્વીનું જીવન એકદિન હરાઈ જશે અને એ ઠંડી, નિઃશ્વાસ, નિતન, હિમમય અને અંધકારમય બની, અવકાશમાં ભમતી રહેશે. કારણ કે સૃષ્ટિને જીવન અર્પનારે સૂર્ય મૃત:પ્રાય થતું જાય છે. દરેક પળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com